________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪)
શ્રી ગુરૂષોધ. ભાષા બોલવી. સત્ય બોલવાથી આત્મા અન્ય જીવો ઉપર અત્યંત ઉપકાર કરે છે.
કેટલાક જી સત્ય સમજીને સત્ય બોલે છે તેમને ધન્યવાદ ઘટે છે. સત્ય ભાષણ કરવામાં જે મનુષ્ય ભય પામે છે તે આમેન્નતિ કરી શકતા નથી. પ્રથમના સમયમાં અનેક મહાત્માઓ ધૈર્ય ધારણ કરી સત્ય બોલ્યા છે. સત્ય બોલવાથી ધર્મને ફેલાવો થાય છે. જે મનુષ્ય સત્યભાષારૂપ દેવની આરાધના કરે છે, તેમનાં મનવાંછિત સહેજે ફળે છે.
સત્ય બોલવામાં કંઈ ધન ખર્ચવું પડતું નથી. આત્મા જે દઢ સંક૯૫થી ધારે તો સત્ય બોલી શકે છે. ખરેખર સત્ય બોલવાથી જીહા પવિત્ર થાય છે.
જે જે પ્રસંગે હે ભવ્ય ! તમે બોલે તે તે સમયે વિચારીને બોલે. સ્વાર્થની ખાતર પરમાર્થને નાશ કરશે નહીં, તમારા આત્માની નિર્મળ દશા કરવી તમારાજ હસ્તમાં છે. તમે ધારે તે કરી શકવા સમર્થ છે. ત્યારે તમે શામાટે અસત્ય વચન વદે છે? તમારે આત્મા સત્ય બોલવાથી સૂર્યની પેઠે પ્રકાશ કરનારે થશે. સત્યથી ભવસાગર તરી શકશે.
જગતની અને આત્માની ઉન્નતિ ઈચ્છતા હે તે સત્ય સંભાષણ કરે, દયા ધર્મને ફેલાવો કરવા ઈચ્છા
For Private And Personal Use Only