________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યન.
( ૧૫૩ ) છે કે ભાષાનું જે રહસ્ય યથાર્થ જાણતા નથી તે ઉપદેશ દેવાને લાયક નથી. કારણ કે તેનું જ્ઞાન થયા વિના તથા અપેક્ષા સમજ્યા વિના ઊંધું ભાષણ કરી શકે તેથી શ્રોતાઓને વિપરીત શ્રદ્ધા થવાથી મહાદેષ પ્રાપ્ત થાય છે.
ઉસૂત્ર ભાષણથી અનંતકાલ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. ચોથું વ્રત કોઈ અંગીકાર કરે છે તો તેની શુદ્ધિ આલોચનાથી થઈ શકે છે પણ જે જાણીને ઉસૂત્ર ભાષણ કરે છે તેની શુદ્ધિ શી રીતે થઈ શકે ?
હાલના સમયમાં ભાષાના રહસ્ય જે સાધુઓ તથા ગૃહસ્થ જાણતા નથી તેમનાં વચન, નિરવદ્યપણને ભજતાં નથી.
સત્યતત્વનું જ્ઞાન થયા વિના સત્યભાષા બોલી શકાતી નથી. કેટલાક લેકે અભિમાન ધારણ કરીને કહે છે કે અમે સત્ય ભાષણ કરીએ છીએ. જે એવી રીતે અભિમાન ધારણ કરે છે પણ સત્ય તત્ત્વોની અપેક્ષા જાણતા નથી તે એકાંત તત્વનું ભાષણ કરી પોતે બુડે છે અને અન્યને પણ બુડાડે છે. માટે સિદ્ધાંતનું જ્ઞાન કરી ઉપયોગપૂર્વક બોલવા પ્રયત્ન કરો, સાધુ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી હિતકર ભાષા બોલી જિનાજ્ઞાનું પરિપાલન કરી અનંત સહજ સમાધિ સુખ પામે છે, માટે પૂર્વોક્ત ભાષાનું સ્વરૂપ જાણ, વ્યવહારથી અને નિશ્ચયથી સત્ય
For Private And Personal Use Only