________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરત્ન.
( ૧૩૫ ) જી મુક્તિ પામ્યા અને પામશે તે દયાના પ્રતાપથી જ સમજશો. જેમ જેમ દયાનું અંતરમાં ઉચ્ચ વર્તન રાખશે તેમ તેમ અનેક પાપથી મુક્ત થશો. ઉપર ઉપરના ડાળઘાલુ દયાળુ જે દેખાય છે તેમના હૃદયમાં તે હિંસા થતી હોય છે તેથી તેમને દયાના પરિણામના અભાવે શુભ ફળ પ્રાપ્ત થતું નથી. સર્વ જીવોનું ભલું આત્મજ્ઞાની કરી શકે છે. કારણ કે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ખરી દયાનું સ્વરૂપ સમજી શકે છે. સર્વ જીવોનું મન, વાણી અને કાયાથી ભલું કરી, સર્વ જીવો પરમસુખ પ્રાપ્ત કરે, સર્વ જીવોને પરમશાંતિ વર્તે, ઈત્યાદિ દયાની ભાવના પિતાના આત્માને પરમાત્મા બનાવે છે. જે પિતાના આત્માને જ્ઞાન સમાધિથી ભાવે છે તે પરમાત્મા થાય છે અને તે સર્વ જીવોની પરમદયા કરે છે, એવી દયા સર્વ જીવોને પ્રાપ્ત થાઓ.
For Private And Personal Use Only