________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪)
શ્રી ગુરૂધ, જીવ દયાને શી રીતે કરી શકે. જ્ઞાની પુરૂષ દયાને પાળી શકે છે. અજ્ઞાની ભલે દયાના ઈજારદાર બને પણ જ્યાં સૂધી જ્ઞાન પામશે નહિ ત્યાં સૂધી ખરેખરી દયા પાળી શકવાના નથી. જીવાદિક નવતત્વ, પદ્રવ્ય, સાતનય વગેરે સુક્ષમ તત્વોનું પરિપૂર્ણ જ્ઞાન થતાં દયાનું સ્વરૂપ સમજાય છે. જે જે અંશે જેવા જેવા પરિણામની ધારાએ દયા થાય છે તે તે અંશે તેવું તેવું ફળ પ્રાપ્ત થાય છે. દયાવ્રતા પાળવાને માટે અન્યત્રત પણ છે. જે દયા નથી તે અન્યત્રતો કંઈ ફળપ્રદ નથી. દયાદેવીના સમાન અન્ય કઈ જગતમાં પૂજ્ય નથી. દયાના સમાન અન્ય કોઈ સુખ અર્પનાર નથી.
દયા વિના જગતમાં શાંતિ પ્રસરતી નથી. દયા વિના મનુષ્ય શેાભી શકતો નથી. દયાને માટે સાધુ તથા શ્રાવકનાં વ્રત પાળવાં પડે છે, જે તમે દયામય છે તો વનમાં જવાની જરૂર નથી. જે હૃદયમાં દયા નથી તો વનમાં જઈને શું કરશો. જો તમે દયાની ઉચ્ચ કોટી પર આવ્યા નથી તો ભલે તમે મૂર્તિઓની, નદીઓની યાત્રા કરે, પણ દયા વિના તમને જરા માત્ર ફાયદો થવાનો નથી. લક્ષ્મી વિના પણ તમે દયાથી ઉત્તમ ધર્મ કરી શકશે. દયાના ઉચ્ચ પરિણામથી તમે સિદ્ધ બુદ્ધ પરમાત્મા થશે. જો તમે ફક્ત દયાને પાળશો તે અનેક ચમત્કારનું ઘર થશે. જે
For Private And Personal Use Only