________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાર.
( ૧૨૫ ) કસાઈ મૃત્યુ પામી સાતમી નરકમાં ગયે. સુલસના પિતા મરણ પામવાથી સર્વજ્ઞાતિ વર્ગ ભેગા થઈ સુલસને કહ્યું કે, હે તુલસ! તું હારા પિતાનું પદ ગ્રહણ કર અને પશુઓને વધ કરી કુંટુંબનું પિષણ કર. જ્ઞાતિવર્ગનું આ પ્રમાણે કથન સાંભળી સુલસ કહેવા લાગ્યું કે, હું શીરીતે કુટુંબનું પોષણ કરું? જ્ઞાતિવર્ગે કહ્યું કે જીવોની હિંસા કરીનેજ. સુલશે વિચાર કરીને કહ્યું કે પ્રાણુઓના વધથી ભેગું કરેલું ધનતો તમે સર્વ ભેગા મળીને ખાશે અને પાપ થાય તે તે હારે એકલાને ભેગવવું પડે તેનું કેમ! શું તમે પાપમાં ભાગ પડાવી શકશે ? જ્ઞાતિવર્ગ ત્યારે કહેવા લાગ્યું કે પાપમાં પણ ભાગ ચીને લેઈશું. સુલસે મનમાં વિચારીને પિતાના પગ ઉપર છરે માર્યો તેથી લેહી દડદડ નીકળવા લાગ્યું. વેદનાથી બુમ પાડવા લાગ્યા અને જ્ઞાતિવર્ગને કહેવા લાગ્યો કે, અરે સગાં વ્હાલાંઓ હને અત્યંત વેદના થાય છે, માટે મહેને થતી વેદનામાં ભાગ પડાવો. સુલસનું આવું સયુતિક વચન શ્રવણું કરી જ્ઞાતિવર્ગ કહેવા લાગ્યો કે અરે વેદના શું કોઈનાથી લઈ શકાય ? ત્યારે સુલસ કહેવા લાગ્યું કે અહે ત્યારે તમે મને લાગતા પાપમાંથી ભાગ શી રીતે પડાવી શકશે. સુલસના વચનથી સર્વ જ્ઞાતિવર્ગ મેન રહ્યો, ત્યારે સુલસ કહેવા લાગ્યું કે, અરે માંસના લાલચુઓ, તમે પાપની
For Private And Personal Use Only