________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાન.
( ૧૨૧ ) કરવી–આત્માના સહજ રૂપમાં રમણતા કરવી, તે સ્વકીય ભાવદયા કહેવાય છે. અને અન્ય આત્માઓને તત્વબોધ આપીને સમ્યક્ત્વનો લાભ આપ તે પરભાવદયા કહેવાય છે. દ્રવ્યદયાના આશયભેદે અનેક ભેદો હોય છે. પિતાના પ્રાણીની રક્ષા કરવી તે સ્વદ્રવ્યદયા અને પરઆત્માઓના પ્રાણની રક્ષા કરવી તે પરદ્રવ્યદયા જાણવી તેમજ દયાના ભેદ છે. વ્યવહાર દયા અને નિશ્ચયદયા. સર્વ જીવોની અનેક ગ્રાહા ઉપાયથી દયા કરવી તે વ્યવહાર દયા કહેવાય છે અને આત્માને કર્મથી રહિત શુદ્ધ કરવા જે દયાને પરિણામ થાય છે તેને નિશ્ચયદયા કહે છે. દ્રવ્યદયા તે ઘણીવાર થઈ પણ ભાવદયાની પ્રાપ્તિ વિના ભવને અંત આવ્યે નહીં. દ્રવ્યદયા અત્યંત ઉપએગી છે પણ ભાવ દયાની પ્રાપ્તિ થાય તે ભવાંત થાય. ભાવ દયા વિના પરમાત્મા થઈ શકાતું નથી. ભાવદયા પાળતાં દ્રવ્યદયા તો સહેજે પળાય છે. ભાવ દયાની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે. ભાવદયાવિના મુક્તિનું સુખ પ્રાપ્ત થતું નથી. માટે શાસ્ત્રકારે સ્થળે સ્થળે ભાવ દયાની આવ શ્યક્તા જણાવે છે. ભાવદયારૂપ સૂર્યની આગળદ્રવ્યદયાતો એક ખદ્યોત(આગીઆ) સમાન છે. ચતુર્થ ગુણ સ્થાનકથી ભાવ દયાની પ્રાપ્તિ થાય છે. શ્રીવીરપરમાત્માએ સદુપદેશદ્વારા સકળ સંઘને ભાવદયાની પ્રાપ્તિ માટે મુખ્યતઃ પ્રયાસ કર્યો છે.
For Private And Personal Use Only