________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયારત્ન.
( ૧૧૯ ). કરતાં સર્વને એક આત્મા હોવાને લીધે સર્વ જીવની દયા થવી જોઈએ પણ તેમ દેખાતું નથી તેમ પ્રત્યક્ષ વિરેાધ આવે છે માટે જીવદયાદિકની સિદ્ધિ કરતી નથી. સર્વ આત્માઓ ભિન્ન ભિન્ન કર્મવાળા પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. એમ માનતાં દયાદિવ્રતોની સિદ્ધિ થાય છે. કેટલાક એક બ્રહ્મને સ્વીકારે છે, અને માયાને અસત્ કહે છે. જગતને અસત કહે છે. તેમના મતમાં જગતને બનાવનાર ઈશ્વર નથી. એવા અતવાદિના મતમાં પુણ્ય અને પાપ પણ કંઈ વસ્તુ નથી. દયા, હિંસા પણ કંઈ વસ્તુ નથી અર્થાત્ બ્રહ્મ વિના દયાદિ સર્વ અસત ઠરે છે. જળ અને ચન્દ્રનું દષ્ટાંત પણ રૂપી રૂપીનું છે. જીવ અરૂપી છે માટે તે દષ્ટાંત પણ વૈધમ્યતાને ભજે છે. તેમના મતમાં હેતુફળપૂર્વક હિંસા અને દયાની શી રીતે સિદ્ધિ થઈ શકે અર્થાત ન થઈ શકે. જડ અને ચેતન એ બે વસ્તુમાં સર્વ પુણ્યપાપ બંધ મેક્ષ આદિને સમાવેશ થઈ શકે છે. માટે જડને જડરૂપે સત્ અને ચેતનને ચેતનરૂપે સત્ માનનારના મતમાં જીવોની હિંસા કરવાથી પાપ અને જીવોની દયા કરવાથી પુણ્યાદિકની સિદ્ધિ કરી શકે છે. સર્વ મતમાં મનાએલા આત્માની આ પ્રમાણે સમાલોચના કરતાં માલુમ પડે છે કે જિનદર્શનમાં સ્યાદ્વાદરૂપે મનાએલા આત્મામાં દયાદિક સર્વ વ્રત ઘટે છે. દયાદિકની આ પ્રમાણે સિદ્ધિ
For Private And Personal Use Only