________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયારત્ન.
(૧૧૧ ) નાસ્તિકોના વિચારમાં દયાની સિદ્ધિ ક્યાંથી હોય ? કેટલા પંચભૂતના સંગે આત્માની ઉત્પત્તિ થાય છે, એમ માને છે. જ્યારે પંચભૂતને વિલય થાય છે ત્યારે આત્મા નષ્ટ થાય છે, આવા ચાર્વાકના મતમાં દયાની ખરેખરી સિદ્ધિ કયાંથી થઈ શકે કેટલાક લોકો એમ માને છે કે, અમને પરમેશ્વરે બનાવ્યા છે, આત્મા જ્યારે આ શરીર છેડી દે છે ત્યારે અન્ય અવતાર ધારણ કરી શકતો નથી. આવા સિદ્ધાંતને માનનાર મુસલમાન અને પ્રીસ્તિધર્મવાળાઓ છે. બ્રીસ્તિઓ વગેરે લકે પુનર્જન્મ માનતા નથી. ત્યારે તેમના મતમાં દયાની સિદ્ધિ થઈ શકતી નથી. હિંસા કરવાથી પાપ લાગે છે અને તે પાપને પરભવમાં આત્મા ભગવે છે એવો નિશ્ચય જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી એક ભવના માટે દયા કરવી જોઈએ એમ બોલવું તે દયાની સિદ્ધિથી વિરુધ છે. સમજે કે એક પ્રીતિએ મરવાની પહેલાં એક કલાકમાં એક મનુષ્યને મારી નાખે, પશ્ચાત્ મરી ગયો. હવે વિચારે કે બ્રીતિને આત્મા મરી ગ, તે મરી ગયેજ. અન્ય અવતાર તે ધારણ કરનાર નથી, ત્યારે મરણની પહેલાં એક કલાકમાં જે પાપ કર્યું હતું તેને કયારે ભગવશે ! જે એમ કહેવામાં આવે કે તે પાપનું ફળ તે પ્રીતિ જોગવી શકે નહીં, ત્યારે હિંસ કરવાથી અટકવાનું શું કારણ? કોઈ એમ કહેશે કે,
For Private And Personal Use Only