________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬ )
શ્રી ગુણધ.
દયારત્ન.
दया धम्मस्स जणणी- दया धर्मस्य जननी. જગમાં દયાના સમાન કોઈ ધર્મ નથી, દયા ધર્મની માતા છે. જેમ માતા પુત્રને પાળીને ઉછેરે છે તેમ દયા પણ ધર્મરૂપ પુત્રને પાળી ઉછેરે છે. ત્રણ ભુવનમાં દયાના સમાન કેઈ ઉત્તમ ધર્મ નથી. દયાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. દયાથી સર્વ જગતમાં શાંત વર્તે છે. ઉચ્ચમાં ઉચ્ચ પદવીની પ્રાપ્તિ પણ દયાથી છે. ખરેખર જગ તની ઉન્નતિ દયાથી છે. દયાવિના ઉત્તમ અવતાર પણ મળી શકતું નથી. દયાવિના આત્મા એક ક્ષુદ્ર પ્રાણું સમાન જાણો. સર્વ વ્રતમાં દયાવ્રત મોટામાં મોટું છે. કામ કુંભ કટપવૃક્ષ વગેરે ઈષ્ટવસ્તુઓની પ્રાપ્તિ કરાવનાર દયા ધર્મ છે. દયાથી અષ્ટ કર્મને નાશ થાય છે. દયાની કિંમત થઈ શકતી નથી. દયાવિના નિર્મળબુદ્ધિ પણ રહી શકતી નથી, દયાથી મુક્તિ કરતલમાં સમજવી. નાક વિના જેમ મુખ શોભતું નથી, મનુષ્પવિના જેમ નગર શેભતું નથી, પતિવ્રત વિના જેમ સ્ત્રી શંભી શકતી નથી, પુરૂષાર્થ વિના જેમ પુરૂષ શંભી શકતું નથી તેમ દયા વિના આત્મા શોભી શકતો નથી. જે ધર્મમાં દયા નથી, તે ધર્મ તે અધર્મ ગણાય છે. દયા વિના તપ, જપ, સંયમ પણ ધર્મને ઉત્પન્ન કરી શકતાં નથી. જગત્માં જે જે મહાન
For Private And Personal Use Only