________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રી ગુરધ. प्राणभूतेषु सर्वेषु, सुखदुःख स्थितेषुच वैरि मित्रषु जीवषु, मैत्री स्याद्रितधीः सतां ॥१॥ સુખ દુઃખમાં રહેલા તેમજ વૈરિ અને મિત્ર સર્વ
પર સતપુરૂષોને જે હિતબુદ્ધિ થાય છે તે મૈત્રીભાવના ક્ષણે ક્ષણે આદરવા ગ્ય છે. એવો કયે મૂખે મનુષ્ય છે કે જેના હૃદયમાં મૈત્રીભાવના પ્રિયરૂપે ન હેય? અલબત દરેકને મૈત્રીભાવના પર પ્યાર હોય છે. પણ પુરૂષાર્થ કર્યા વિના મૈત્રીભાવના સારી છે, મૈત્રીભાવના સારી છે, એમ લાખ વખત બુમો પાડી લોકપુર્વક ગોખી જાએ તેથી કંઈ તમારા હૃદયમાં મૈત્રીભાવના પ્રવેશ કરવાની નથી. પણ કોધાદિક વિકાર વખતે મૈત્રીભાવના વિચાર કરી કોધ, ઈર્ષાદિકને શમાવો ત્યારેજ ત્રીભાવનાની સાફલ્યતા થાય છે. જે જે પ્રાણુ ઉપર દ્વેષ થાય તે તે પ્રાણ ઉપર તે તે સમયે મૈત્રીભાવના ચિંતવવી. મૈત્રીભાવના ધાર્યાથી તમારું જીવન ગમે તે સ્થિતિમાં ઉચ્ચ થયા વિના રહેશે નહિ. દેશમાં, જ્ઞાતિમાં કુળમાં, ઘરમાં, મંડળમાં, પણ તમે સર્વને પ્રિય થઈ પડશે. ચૌત્રીભાવનાના બળ વડે તમારું વચન સર્વત્ર પ્રિય થઈ પડશે. તમારી કીર્તિ સર્વત્ર પ્રસરશે. મૈત્રીભાવનાના બળવડે તમે અનેક જીવોને ઉદ્ધાર કરી શકશે. અનંતદાદધિમય તમારા આત્મા બનશે, મૈત્રીભાવના પ્રગટાવવી તમારા હાથમાં છે.
For Private And Personal Use Only