________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાવના.
( ૧૦૩ ) ધારણ કરી લેશ દુઃખના સમયમાં પરમ ચૈત્રીભાવના ભાવવી. કાર્ય, પ્રમેદ, અને માધ્યસ્થ ભાવનાઓ પણ મૈત્રીભાવના વિના ઉભવતી નથી. આત્મહિત કરવું હોય અને જે સંસારથી મૂકાવું હોય તો મૈત્રીભાવનાનું સેવન કરે. બાહ્યદષ્ટિના ખેદને ટાળી મૈત્રીભાવના અન્તરના સત્ય આનંદને અર્પે છે. કાવ્યો ! તમે જે મૈત્રીભાવનાને ઈચ્છશે તે મૈત્રીભાવના તમને પ્રાપ્ત થશે. મૈત્રીભાવના
હારા આત્મામાં છે હું ખરેખર તેને ધારણ કરીશ. મૈત્રીભાવનાથી હું વ્યાપ્ત છું. કારણ પ્રસંગે મૈત્રીભાવનાના ઉપયોગમાં રહીશ. આ પ્રમાણે અંત:કરણમાં દઢ સંકલ્પ કરવા. એમ દઢ સંકલ્પ કરવાથી મૈત્રીભાવની પુષ્ટિ થશે અને ક્ષણે ક્ષણે આનંદમય જીવન વૃદ્ધિ પામતું જણાશે. ગમે તે ધર્મને દેશને મનુષ્ય હોય તે પણ તેના ઉપર મૈત્રીભાવના રાખવી જોઈએ. જે લોકો સ્વાર્થિક ક્ષુદ્ર વિચારથી દરેક જીવોની સાથે મિત્રતા રાખે છે તેઓ ખરેખર ક્રોધાદિ કારણ પ્રસંગે મૈત્રીભાવનાની હદ સુધી જાય છે. મૈત્રીભાવના એ સંકટને મિત્ર છે. હૃદયને દુ:ખ સમયમાં આધાર છે. સમાન સ્થિતિ જાળવવામાં મૈત્રીભાવના ઉત્તમ સેવા બજાવે છે. જીવતાં છતાં પણ સિદ્ધનાં સુખને આપનાર મૈત્રીભાવના છે. મૈત્રી ભાવના ખરેખર ગંગાજળ સમાન નિર્મળ છે.
For Private And Personal Use Only