________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક રત્ન.
(૯૭) નિદ્રાને હતો. એક પલંગમાં વેશ્યા પડી હતી. જે આંખો પ્રથમ જે જે સમયમાં સુંદર દેખાતી હતી. તે હાલ શોભાને આપતી ન્હોતી, ગાલ ઉપર આંખ્યામાં આજેલી મેંશના પ્રવાહ તણાઈ આવ્યા હતા. વસ્ત્રની અવ્યવસ્થા થવાથી શોભાયમાન અંગે પણ અરૂચિકર લાગ્યાં. કેશપાશ છુટવાથી અને તે શરીરપર વિખરાઈ જવાથી ભૂતડીની શોભાને ધારણ કરતી હતી, વેશ્યાના પ્રત્યેક અંગ બીભત્સ જણાયાં. વિવેકચંદ્ર મનમાં વિચાર કરીને ગુમાસ્તાને કહેવા લાગ્યું કે, કેમ ગુમાસ્તા! આવી વેશ્યા કરતાં ઘરની સ્ત્રી શું ખોટી છે ? ગુમાસ્તામાં પણ તે બાબતની સારી રીતે પુષ્ટિ કરી. પિસાને નાશ, વિત્તને નાશ, વીર્યને નાશ આદિ અનેક દુર્ગણોનું કારણ વેશ્યા છે. કહ્યું છે કે –
वेश्या संगे पाप जगत्मां मोटुं भाख्यु, वेश्या संग कर्याथी मू/ए दुःख चास्यु; वेश्या संगी वित्त विनाशे भलं न जोवे, निज पत्नीनो प्रेम हणीने मूढज होवे; कुटुम्ब घर निज देशनी अरे अवनतिनुं घर अहो. जगतमा ते मूर्ख मोटो हृदयमां समजी रहो. ॥ १ ॥ वेश्याना नाचे मोह्या ते लहे खुवारी,
ગુ. ૭
For Private And Personal Use Only