________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેકરન.
(લ્સ) બાહુબળી જ્યારે વિવેક પામ્યા ત્યારે લઘુતા અંગીકાર કરી ચાલતાં જ કેવળજ્ઞાન પ્રગટયું. મનુષ્યના હૃદયમાં વિવેક પ્રગટતાં તુર્તજ પાપકાર્યથી પાછો હઠે છે તે ઉપર એક વિવેચન્દ્રનું દૃષ્ટાંત જણાવે છે.
વિદ્યાપુરી નગરીમાં વિનયચંદ્ર શેઠ વસતા હતા. શેઠ સ્વભાવે નમ્ર અને ધનાઢય હતા, નગરમાં તેમની કીતિ સારી હતી. શ્રેષ્ઠિ વર્ગમાં તેમનું નામ પ્રથમ ગણાતું હતું. વિનયચંદ્રને દયા સ્ત્રી હતી. દયા પણ પોતાના પતિની આજ્ઞા પ્રમાણે ચાલતી. કોઈ જીવને દુ:ખી દેખી તેણીનું મન દુખાતું. સર્વ જીવની રક્ષા કરતી, કઈ જીવની. હિંસા કરતી નહોતી. આ પ્રમાણે સ્ત્રી પુરૂષને સંસારિક સુખ જોગવતાં એક પુત્ર થયો અને તેનું નામ વિવેચંદ્ર પાડયું, વિવેકચંદ્ર પ્રતિદિન માટે થવા લાગ્યા, બાલ્યાવસ્થામાં અનેક પ્રકારની રમત ગમતની ક્રિીડાઓ બાળકો સાથે કરવા લાગ્યો. વિવેકચંદ્ર ઉમર લાયક થવા લાગ્યો કે એટલામાં તેનાં માબાપ મરી ગયાં. વિવેકચંદ્ર નિરાધાર થયા. બહુ દુ:ખી થયો. કહ્યું છે કે—–
માથા, बालस्स माइ मरणं, भज्जा मरणं च जुव्वंणारंभे ॥ थेरस्स पुत्त मरणं, तिन्निवि गरुआई दुरकाई ॥ १ ॥
For Private And Personal Use Only