________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૨)
સત્ય છે, અસત્ય કદી સત્ય થતું નથી, વિવેકી જે જે કાર્ય કરે છે તેમાં શુભાશુભને વિચાર કરીને પ્રવૃત્તિ કરે છે. નહંસ જેમ દૂધ અને પાણી ભેગાં હોય છે તે પણ પિતાની ચંચુથી જળને દૂધ ભિન્ન ભિન્ન કરે છે તેમ વિવેકી પણ કૃત્ય અને અકૃત્યને ભિન્ન ભિન્ન કરે છે. ઉપાધિભેદથી વિવેકના બે ભેદ પડે છે. સાંસારિકવવેક ધાર્મિકવિવેક. સાંસારિક વિવેકની પણ સંસારમાં જરૂર પડે છે, સંસારમાં અનેક બાબતોને વિવેક સાચવવો પડે છે ધાર્મિક વિવેક પ્રગટયા વિના ખરેખરી શાંતિ મળતી નથી, કયે ધર્મ ખરે છે અને તે કઈ અપેક્ષાએ તેને પૂર્ણ ખ્યાલ, વિવેકદષ્ટિ વિના થતું નથી, ચિલાતી પુત્ર સદ્ગુરૂના ઉપદેશથી ઉપશમ, સંવર, અને વિવેક એ ત્રણ રત્ન પામી પરમાત્મપદને પામ્યા. આ દષ્ટાંતથી પણ સમજવાનું કે જ્યારે વિવેકની પ્રાપ્તિ થાય છે ત્યારે પરમામ દશા પ્રગટે છે. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિને જ્યારે વિવેક પ્રગટ્યા ત્યારે દુધ્ધન પરિહરી શુકલધ્યાન ધ્યાવી સુતિ વર્યા. પ્રહારિ કે જે ચાર હત્યા કરનાર હતું તે પણ વિવેક પામી મેહદશાને ત્યાગ કરી મુક્તિપદ પા. અરણિક મુનિને જ્યારે વિવેક આવ્યું ત્યારે માતાનું કહ્યું વચન માન્ય કર્યું અને અનશન અંગીકાર કર્યું, આવા અનેક દાખલાઓ શાસ્ત્રો વાંચતાં નજરે પડે છે.
For Private And Personal Use Only