________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક રત્ન.
(૯૧)
વિવેક રત્ન.
વિવેક માટે દશમે નિધિ –વિવેક દશમે નિધિ સપુરૂષેએ કહ્યો છે. જગત્માં હેય શું છે, ઉપાદેય શું છે, સેય શું છે, તેનું યથાર્થ જ્ઞાન થયા વિના વિવેક પ્રકટ એમ કહેવું તે હાસ્યજનક છે. વિવેક મનુષ્ય સત્યાસત્યને વિચાર કરી શકે છે. એગ્ય અને અગ્ય કૃત્ય સમજી શકે છે. દેવ, ગુરૂ, ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજી શકે છે. મનુષ્યના હૃદયમાં વિવેકરૂપ સૂર્યને ઉભવ થતાં અજ્ઞાનરૂપ અંધકાર રહેતો નથી. વિવેકી મનુષ્ય અમૃતને અમૃત ગણે છે અને ઝેરને ઝેર ગણે છે. અવિવેકી તેથી ઉલટુ ગણે છે. વિવેકી અને અવિવેકીની દ્રષ્ટિમાં મહાન ભેદ છે. વિવેકી ધર્મ તરફ પ્રીતિ ધારણ કરે છે ત્યારે અવિવેકી અધર્મ તરફ પ્રીતિ ધારણ કરે છે. વિવેકી ગુણ દેષનો વિચાર કરી શકે છે અને સગુણ તરફ પ્રવૃત્તિ કરે છે, ત્યારે અવિવેકી ગુણ દોષને વિચાર કરી શક્તા નથી. ઉત્તમ પુરૂષ અને અધમ પુરૂષનાં લક્ષણ ભિન્ન ભિન્ન જાણવાનું વિવેકદષ્ટિથી બને છે. વિવેકી પુરૂષ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને ચાગ્ય જાણું યેગ્યઆચરણ કરે છે, ત્યારે અજ્ઞાનિથી તેમ બની શકતું નથી. વિવેક મનુષ્ય આત્માભિમુખ પ્રવૃત્તિ કરે છે. વિવેકી વિચારે છે કે અહો જગમાં સત્યતત્વ તેજ
For Private And Personal Use Only