________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ ) રીસ રીંછ અલમસ્ત ફરે છે, સમજ ? રામજ? જન દુર્ભાગી દુર્ગતિ ડાકણ વાસ કરે છે, નથી જેતે અંતર જાગી. ૩ ભલા ભલા ડાહ્યા ભવ વનમાં, લાખે વાર લુટાઈ ગયા, દુઃખદાઈ દવ લાગે તેમાં, ભૂપતિ જન પણ ભસ્મ થયા. ૪ રજની થાશે બિહામણીને, સમય દિવસને થોડે છે, જાગ ? અને જા ? દેશભણી નિજ, કે અંતે વરાડે છે, ૫ સદ્દગુરૂ સમજાવે શિક્ષા દઈ, ચતુર હોય તે ચેતી લે! અછત મહાભય વાળે માનવ, પડી રહ્યો માટે ઢીલ. ૬
નૂસાર. (૧૫) આવો ? આવો ? યશોદાના કંથ ?-એ રાગ. મહારા મનગમતા મહારાજ, મહારે ત્યાં આવ્યા. સાચા ચિંતામણુના હાર, સંગાથે લાવ્યા. મહારા દીલડા કેરા દેષ, સઘળા કાપ્યારે. દૂર દેશ તણા ઉપદેશ, અંતરમાં આપ્યારે. દૂર વસ્તુ દેખાડી પાસે, નવ રહ્યું બાકીરે. તેને મેળવવાને કાજ, રહી હતી તાકીરે. શશી શીતળ કેરો છાય, સહજે દેખાણી રે,
હારી તાપે તપેલી કાય, સહજે સમાણી રે. ઉડાં દીલડા કેરાં દદ, દૂરજ કીધાં રે, ઉપદેશ તણાં ઔષધ, પ્રેમે પધારે. જૂઠા જગ કેરી આ જાળ, જૂઠી જાણી રે, પહેરી નવરંગ ચુંદડી પવિત્ર, હું હરખાણી રે. સાચે સ્નેહ નિભાવણુ હાર, દેશી મળીએ રે, સૂરિ અછત? માનવ દેહ, ફેર ફલીએરે,
For Private And Personal Use Only