________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પvજારીન. (૨૦)
રાગ ઉપરને. ચારૂ તરૂ ચંદનનું રે, ભર જંગલમાં વાસ કરે, આપ તણે સદુગંધ રે, પુષ્પ વગર સુંદર પ્રસરે. એ ટેક પ્રેમે નીચે બેસે પ્રાણુ, શીતળકારી છાય, તાપે તપેલાં ગ્રીષ્મ જન્તુ, ઉરમાં આનંદાય, પરોપકાર કરનારૂં રે, સુગંધ શત દિન પ્રસરે. ચારૂ તરૂ–૧ અગર ચંદનને મહિમા મે, શાસ્ત્ર પુરે છે શાખ, કરે આપ સમ અન્ય તરૂને, ધીંગી એવી ધાક, ધન્ય ધન્ય એ ધરણું રે, સુર નર એમાં સ્નેહ ધરે. ચારૂ તરૂર મૂળ વિષે સર્પોને વાસે, વાનર કૂદે ડાળ, પુષ્પ ઉપર ભમરા હજારે, ભમતા સર્વે કાળ, તો પણ નિજ શીતળતારે, કેઇ વખત તે નવ વિસરે. ચારૂ તર-૩ દેવ તણું અથે એ આવે, આવે માનવ કામ, મલય તરૂવર પાક કાર્યમાં, આવે આઠે યામ, અન્ય હિતના માટે રે, પ્રેમે નિજ કાયા પર હરે. ચારૂ તરૂ-૪ ચંદન તરૂ સંતની કાયા, આપે આતમ જ્ઞાન, કરે આપ સમ અન્ય દેહીને, ધરી પ્રભુનું ધ્યાન, અછત સદ્દગુરૂ સેવ રે, પાપ તાપથી જીવ ઠરે. ચારૂ તરૂ-૫
ઉત્તરનયન (૨૦૨)
રાગ-ધીરાની કાફીને. ઉલટ નયનથી જોયું રે, દીલ દેવળમાં દેવ વસે, મન મેહનમાં મેલું રે, અમૃત કરતાં મીઠા દીસે.-એ ટેકવગર વાદળે ગર્જન થાતું, વરસે ધીંગી ધાર, સુભગ સિંહાસન ઉપર શોભે, સૃષ્ટિ તણે સરકાર, ઘંટનાદે ગાજે રે, ઝરમર ઝરમર જળ વરસે. ઉલટ-૧
For Private And Personal Use Only