________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ ) સકળ દિવના દેવજ પ્રભુ પરમાતમા. દેહ દેવળમાં પ્રેમે દેદેદાર જે; વસ્તુ ભરી વધુમાંને બાહર શું જુએ ? સત્ય સમજ વિણ નવ છુટે સંસાર જો.– સમજણ-૫ સકળ શોતિના સાગર સદ્દગુરૂ દેવ છે; કામ ક્રોધ કંકાસના કાપણુહારજે, સુરિ અજીત ત્યારે અવસર આવીએ; તે તરશે જે જાણે જગ નિ:સાર – સમજણ
આત્મસાગર. ( ૨૦૦ )
રાગ-ધીરાની કાફીને. ભર ગુજરાતે આવી રે, સાબર સરિતા ભાતી, એક મિનિટ નવ અટકે રે, નથી કશાથી ભાતી. એ ટેક. સુખકારી સાબરના પ્રાંત, નિર્મળ સાબર નીર, વહન થાય છે રાત્રિ દિવસે, ધરી હૈડામાં ધીર, સુંદર નદીની રેતી રે, દિવ્ય રજત સમ દેખાતી. ભર૦ ૧ અવલ્લીને અદ્વિમાંથી, થઈ છે તું ઉત્પન્ન ઉત્તર દિશાથી આવે છે, વહન થતી દક્ષિણ, કદી આડી કદીઅવળીરે, પણહેતાં નથી અચકાતી. ભર૦૨ પુપે વધારે પ્રેમ કરીને, પ્રેમી હારે પ્રાંત, અનંત જીવને જીવાડનારી, રહેતી સદાયે શાંત, સાગર પતિને મળવારે, હૈડામાંહી હરખાતી. ' ભર૦ ૩ અનંત જીવને જીવાડવાની, દે અમને શુભ શીખ, જેમ તુજને સાગર હાલે છે, તેમ અમને માલીક, હન મળવા તત્પર રે, અજીત આંખડલી થાતી. ભર૦ ૪
For Private And Personal Use Only