________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમેતશિવસ્તવન (8) આ શી ? આડાઈ હારી મનડારે મહારાએ રાગ. સમેત શિખર મુજને વહાલું લાગે છે, પ્રગટ વસે છે વહાલા પારસનાથ સખી ? સમેત-ટેક. આટલે સંદેશે જઈને કહેજે પ્રભુને, ભવરૂપ દરીયામાં ક્યારે ? ઝાલશે હાથ સખી સમેત-૧ ક્રોધ અગ્નિની જવાળા મુજને બાળે છે, કૃપા વારેને કયારે ? કરશે વરસાદ સખી ? સમેત-૨ કામ સ્વરૂપી હસ્તી કરી નાખે છે, શઠતા સ્વરૂપી સિંહ કરે છે સાદ સખી ? સમેત-૩ સૃષ્ટિ ન જાણું આ તે રાન ભયંકર, નજરે ન આવે પ્રેમ યારે સુપંથ સખી? સમેત-૪ હુ તો દાસી છું યારા પાશ્વપ્રભુની, સહજ સલુણે મહારે કેડીલો કંથ સખી ? સમેત-૫ હિંસા ઊલૂક જ્યાં ત્યાં શેર કરે છે, આળસ અજગર કેરે ભારે છે ત્રાસ સખી ? સમેત-૬ કુટુંબ કબીલ સાચાં શીયાળવાં છે; ઘેરી રહ્યાં છે મુજને આવી ચોપાસ સખી ? સમેત-૭ અંતરના બેલી મુજને ક્યારે ઉગારશે ? હૈયામાં હવે મહુને કાંઈ નથી હામ સખી ? સમેત-૮ કરૂણાના સાગરે પ્રભુજી જ્ઞાન ઉજાગર, વહાલું લાગે છે બહાલા આપનું ધામ સખી ? સમેત-૯ અમીરસ ઝરતી મૂતિ પ્યારી લાગે છે, કુમુદને હાલ જે શરદને ચંદ સખી ? સમેત-૧૦ સમેતશિખર વાસી શામળીયા હાલા ?' વામા માતાના રૂડા લાડીલા નંદ ? સખી ? સમત-૧૧
For Private And Personal Use Only