________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર. (૭)
હીન્દી રસીયાને-રાગ. મારૂં હુને મનમેહન? માધવ? મહારે પણ મરી જવું એવું મરણ આદરતાં અંતે, એક સ્વરૂપ થઈ જવું. મારું હુને.૧. મારું જીવન વિધિએ નિમ્યું છે, એક ફક્ત અમુઝાવું; હારૂં જીવન ત્રણ જાતિરહિત ત્યાં કેમ કરી રસમય થાવું મારૂંહને ૨ બહ્યું જીવનને બહ્યું જોબનીયું, નથી હેડે હરખાવું; બળી જળીને ખાખ બની જાઉં, નવું જીવન પછી લાવું મારૂં તહને ૩ દેવલોકમાં દાટજ વળજે, ઝેર જુલમ વસાવું; અજર અમર પદ પ્રાપ્ત કરીને જ્ઞાન ગંગામાં ન્હાવું. મારૂં હુને ૪ મરવા પછી મરવાનું મટે છે, સમજુને સમજાવું; અજીત વિરહભરી વનિતા કહે છે, પ્રેમ કિંમત પરઠાવું.મારૂં હુને ૫
જ્ઞાનr ( se)
અવસર આવ્યો છે.-એ રાગ. ધન્ય ધન્ય જેણે પ્રેમે પ્રભુ ગુણ ગાયા રે, મન મેહન ના સંગે લાગી માયા રે. પર્વત પરનું પાણી ઝટ વહી જાશે રે, કાયા હારી એ રીતે કરમાશે રે. ચાંદલીઆની ચાર ઘડીની છાયા રે, માનવ ભવની માને એવી માયા રે. મમતા મૂકી મેહન શરણે જાવું રે. ભ્રમણ ભાગી આત્મ પ્રવાસી થાવું રે, જ્ઞાન ગંગામાં સ્નેહ સહિતે નહાવું રે, પ્રેમીજનને પ્રભુ પ્રેમામૃત પાવું રે. પીડ પ્રમાણે પાણીને પરપોટો રે, એક દિવસ તે ખેલ ખચિત છે ખેટે રે. પ્રભુ ભજ્યાની વેળા ફેર ન આવે રે, અછત સૂરિ ને મોક્ષને માર્ગ બતાવે રે.
For Private And Personal Use Only