________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩) શનિવારી. [૨]
હીન્દી રસી આન-રાગ. હમને અરજ કરૂં શામળીઆ હાલા? પરઘર ના હવે જાવું; હાલમ પરઘર ના હવે જાવું. એ ટેક. અત્તર ધપેલ ભરેલ સુગંધી, સ્નેહે સ્નાન કરાવું; પુષ્પહાર મુજ હાથે ગુંથી, પ્રેમ સહિત પહેરાવું. હાલમ? પ્રેમ. ૧ સજી સેળ શણગાર છબીલી, વન ફળ સચવાઉં; વિરહ ભરેલી કામિની વ્યાકુળ, ગાન અનેરાં ગાઉં. હાલમ? ગાન. ૨ મલયાનિલ મધુર વહે છે, પ્રેમ વૃષ્ટિ વર્ષાવું; અજીત અગેચર આનંદ રસમાં, જાતલડી ઝુકાવું. હાલમ? જાત.૩
સંસારર્વાણ [૨] .
હીન્દી રસીયાને રાગ. આપ આપથી સમ સ્વામિન? કેમ? અમથી કહેવાય, હાલમ?કેમ અમથી કહેવાય ? એ ટેક. વિરહ જવાલ વસમી હાલમજી? પ્રતિદિન કાર્ય સૂકાય. ન ગમે શબ્દ સુખદ સંગતના, મન મહારૂં મુંઝાય.હાલમ? મન.૧ ચિત્ત બળે છે ચંદ્ર કિરણથી, પ્રેમ અગ્નિ પ્રગટાય; વિરહ-વ્યથાથી ઘાયલ અંગે નયનથકી જળજાય.હાલમ? નયન૨ પરઘર ભમતાં કીર્તિ જાશે, ધન વૈવન વણસાય; અજીતાનંદભર્યો અબળામાં,વિમળદિવસ વહી જાય.હાવિ૦૩
- હીન્દી રસીયાને-રાગ. વ્યર્થ થાય છે જીવતર મહારું; જોબનના દિન જાય; વ્હાલમ ? જોબનના દિન જાય. એ ટેક સ્નેહ શૃંગાર સજ્યાના દિવસે, નાહક કેમ કઢાય? રૂદન કરતાં જાય રાત્ર, દદય કલિ કુમળાય. વહાલમ ? હૃદય-૧
For Private And Personal Use Only