________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨). शुद्धस्वदेशीखादीनोमहिमा. (८०)
રે! સગપણ હરિવરનું સાચું—એ રાગખાદી પહેરે ખાતે નર નારી,
ખાદી જાણે પ્રાણ થકી યારી; એ ટેક ખાદી થકી દરિદ્ર દુખ જાશે, ખાદી થકી સુખ સંપત થાશે; | વિજય દેશ કે વરતાશે. ખાદી પહેરે- ૧ પૈસા બધા પરદેશ જાય છે, થોડે થોડે દેશ દુઃખી થાય છે;
ખાદી વિના મૂરખ મકલાય છે. ખાદી પહેરે ૨ પરદેશીની પ્રીત નથી પ્યારી, અંતરમાંહી ખચીત જાણે ખારી;
- નક્કી મન લેજો નિરધારી, ખાદી પહેર૦ ૩ ખાદી પહેરી ખાતે ખુશી થાવું, જરૂર જ્ય માર્ગ વિષે જાવું;
હૈયા માંહી હેતે હરખાવું. ખાદી પહેરે ૪ મેટા જન કેડ થકી કહે છે, તિલાંજલિ પરદેશી દે છે;
પ્રતિજ્ઞાઓ પ્રેમ થકી લે છે, ખાદી પહેરે. ૫ સ્વદેશીનું વૃત્ત ઘણું સારું, પરદેશીથી પાનું નથી વારં;
વારે વારે વીરા ? તને વારૂ. ખાદી પહેરે ૬ સજજન? તને સમય મળે સારે, અધમતાથી ઉગરવા આરે;
અજીત તણી વિનતી ઉર ધારે. ખાદી પહેરે છે.
વને. ( ૨) મુને લગ્નની લાગી ગુરૂ આવનકી–એ રાગ. હઠીલી હઠને પકડી રહી છે, અટકી રહી છે ખટકી રહી છે . ટેક છેલછબીલાની મૂર્તિ છોગાળી, નિરખી નિજદ્વારઉભી થઈ છે. હ૦ ચાહ્ય નહી દુનીઆની દાલત, શાંત મુખે સન્મુખ રહી છે. હ૦ જેમ મીન વારિ વિષ્ણુ વ્યાકુળ, એમ સ્થિતિ એવી થઈ છે. હ૦ વિમળ કમળ વૃન્દા નવ નિરખે,પ્રિય સુખને વળગી રહી છે. હ૦ નાશવંત સંસારી સુખને, પ્રેમ સહિત પટકી રહી છે. હ૦ પતિ નયનામૃત પાન કરીને, અજીત પદે અટકી રહી છે. હ૦
For Private And Personal Use Only