________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) છેક અંધારૂ છવાયું છે ઘટમાં, મેહ મમત આવી વસી છે મઠમાં દીપક કરી લેને પીંડ પ્રગટમાં તે, દેખાય દેવ દીવા સમારે. ૪ ગંગમાં મેલું સલિલ સમાશે, ગંગ સમોવડ થઈને સહાશે; સત્સંગથી જીવને શિવ થાશે, અજીત સાગરતણી શાન છે રે."
શાંતિસાદ. ()
રાગ-ઉપરને. શાંતિ તણું સરિતામાંહી લ્હાને, પાપી શા માટે પાવન શાને? સંત પુરૂષતણ શરણમાં જાશે તે, સંશય સર્વ નિવારશે રે. ૧ કામ ક્રોધ તણે અગ્નિ બળે છે, વિશ્વ બધું તેના સામુ વળે છે; ભિયવાળા ભડકામાં ભળે છે તે, શાંતિ વિના કેમ? શામીએ રે. ૨ સર્વ સુખે તણે સાગર શાંતિ, સર્વ દુઃખ કેરે ડુંગર ભ્રાંતિ; શાંતિ વિના ભ્રાંતિ ટળે ક્યાંથી તે, શાંતિ સાધુ સંગે પામીએ રે ૩ કલેશ કંકાસને કાપીજ નાખે, ચિત્તતણી ચંચળતાને ત્યાગે; ભવ્ય સ્તવન ભગવતતણાં ભાખે, આનંદની હેલી આવી રે ૪ શાંતિ તણું તલવાર છે સારો, માન મેહ શત્રુ મારણ હારી, સત્સંગ શાંતિ સદા સુખકારીતા, અજીત સંગ્રામે આનંદ થશે. ૫
સંચાલ્માંક. (૭૬)
રાગ-શ્રાવણનાં શરવડાં. વારમ વાર વિચાર કરી લ્યો, સર્વ દેવો તણે દેવ મરી . હાલમને મન સાથે વરી લ્યો તે, ઠીક ઠેકાણામાં આવશે રે. ૧ પાપ કરમ નર ? નિશ્ચય નડશે, પુષ્કળ સંકટ માથેજ પડશે; હારી તે હારે કેઈ નહી ચઢશે તે, ચેતે નહી કેમ? ચિત્તમાંરે. ૨ માખણ વારિવાળે ન આવે, આનંદ કયાંથી?વિષયમાં સેહવે, સંત વિના પંથ કેણુ? બતાવે તે, તનમન સાથે પ્રણામીએ રે. ૩
For Private And Personal Use Only