________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) મરજો ઘરડા કંથની સાથે કે, આપે દીકરી રે લોલ, અંતે વિધવા થાય અનાથ કે, કરમેં ઠીકરી રે લાલ. ૨ એવા માત પિતાનું નખ્ખોદ કે, દીકરી આપશે રે લોલ; પુત્રી ન પામે તત્ર પ્રમાદ - નિશાશા નાખશે રે લોલ. ૩ કન્યા વિકાકાર કસાઇ,-થકી પણ પાપીઆ રે લોલ; અંતે પાસ રહે નહી પાઈ, પણ બીજા કીયા રે લોલ. ૪ કન્યા વિકય સેમલ ખાર; થકી પણ ઝેર છે રે લોલ; એનું પાપ અપાર અપાર કે, વસમું વેર છે રે લોલ. ૫ દેશે કન્યા વિય પાપ કે, પુષ્કળ આપદા રે લોલ, માટે ભલે ચુકે એ થાય કે, કરવી ને કેદારે લેલ. કન્યા વિક્રય કરતા લેક કે, નરકે જાય છે રે લોલ. અંતે કરમે પૂરણ પાક કે, દુખ અતિ થાય છે રે લેલ. ૭ સમજ જનને શિક્ષા એક કે, વિર્ય ના કરે રે લોલ, સુરિ અજીત તણું એ શિખ કે, ભવજળને તરે રેલોલ. ૮
શુદ્ધાત્મમાર. (8)
રાગ-ઉપરનો. મહારા મનગમતા મહારાજ, મહારે ઘેર આવજે રે લોલ; હું તે જેઉં તહારી વાટ કે, પ્રેમે પધારજે રે લોલ. ૧ હું તે નહી દઉં કેને ગાળ કે, ઓળખી આતમા રે લોલ; પાણી પહેલી બાંધીશ પાળ કે, મહારા હાથમાં રે લોલ. ૨ કેઇની કરીશ નહી નિંદાય કે સહુ મુજ રૂપ છે રે લોલ, શ્રવણ કરી સશાસ્ત્ર કથાય કે, પ્રભુ તપ છે રે લોલ. ૩ વાણું રાખીશ નિર્મળ નિત્ય કે, દેાષ વિદારીને રે લોલ, સમતા રાખીશ સમજ્યો સત્ય કે, વાત વિચારીને રે લોલ. ૪ હેતે આવે છે ? અલબેલ કે, જાણું આપને રે લોલ; ખાતે કરતા આ ખેલ કે, ગણુ પિતા તણે રે લોલ. પ
For Private And Personal Use Only