________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪) શ્રી નલિનતાન. ( ૨૦ )
ધળ-રાગ. સખી ? શીતળનાથ સુધાસમા, પ્રભુની ઉપમા કહી નવ જાય, મહારસ માણીએ. નામ લેતાં પરમપ્રિય નાથનું શાંતિ ઉત્તમ અંગમાં થાય, મહારસ માણીએ. ૧ ઉપજી અગન મહા અજ્ઞાનની, ઉરમાં ઉપન્યો છે દારૂણ દાહ, મહારસ માણીએ; એને સહજ સ્વરૂપે શમાવવા, પ્રગટયો શીતલ પ્રેમ પ્રવાહ, મહારસ માણીએ; ૨ મહા મહિમા તલ જિન રાજને, સૂરિજન મુનિજન નિત્ય ગાય, મહારસ માણીએ; પ્રભુના દર્શનથી દોષ જાય છે, જીવ નદ શિવસિંધુમાં જાય, મહારસ માણીએ. ૩ મધ્ય રાત્રિમાં નાવ ચાલી રહ્યું, એની સુરતા ધ્રુવમાં સહાય, મહારસ માણીએ, એમ સુરતા શીતલ ભગવાનની, જીવને સત્ય દેશે લઈ જાય, મહારસ માણીએ. ૪ સખી ? શોભા શી ? સુંદર સ્વામિની, મન વાણથી કહી ન શકાય, મહારસ માણીએ; મુંગે સાકર ખાધી શું? ઉચ્ચરે, સમજે મનમાંહીને મલાય, મહારસ માણીએ. ૫ બીજા જગતણ પિયુ પરદેશીઆ, એમને વરતા ન તાપ શકાય, મહારસ માણીએ; મહારા મનડાની તર્પત બુઝાવવા, હતો શીતલનાથ સદાય, મહારસ માણીએ. ૬ સખી ? વરીએ તે શીતલનાથને, સખી ? ભજીએ તો શીતલનાથ, મહારસ માણીએ,
For Private And Personal Use Only