________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७१
શ્રી જિન-તવન. (૨)
ગરબી નમું નમું આદિ જીનેશ્વરજી, ભાળું સુખ નિશદિન તમને ભજી. એ ટેક. આતમ રૂપે અંતરમાં રાજે, લંપટ લક્ષવાળા થકી લાજે; અધ્યાતમ ગિરિવર પર ગાજે. નમું ૧. કાયા રૂપ વનિતા નગર જાણ્યું, સૂરિ મુનિ સિદ્ધોએ વખાણ્યું; મહા પાવન પુરૂષાએ માન્યું. નમું ૦ ૨. નાભિ રાજા જ્ઞાન રૂપે શેજે, મરૂ દેવી ધર્મકિયા એપે; લક્ષારથી કેરાં મન લેશે. નમું૦ ૩. ભાવ રૂપ ભરત તનય મહેટા, નથી જગમાંહી જેના જેટ; સ્મરે તેને શાના પડે તોટા. નમુ. ૪. ધર્મ રૂપ વૃષભ લાંછનવાળા, સ્વરૂપ સાધી મોક્ષે જવાવાળા પરમ પ્રભુ પ્રેમીને પ્રેમાળા. નમું૫. પ્રેમી કેરી પાસે સદા ભાસે, તર્કટવાળી વૃત્તિ થકી ત્રાસે; અજિત સૂરિ ગુણ નિત્યે ગાશે. નમું) ૬.
www.kobatirth.org
For Private And Personal Use Only