________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
હાંહાંરે, પ્રગટે–૨ મંગળ પુત્રો આપતો, મંગળ છે તુજ ધ્યાન; મંગળ મહારા દેશમાં, દેજે મંગળ દાન. હાંહાંરે, દેજે-૩ મંગળ નર ઉપજાવજે, મંગળ નિપજાવે નાર, મંગળ હારા ભક્ત છે, મંગળ ઘો વ્યાપાર. હાંહાંરે, મંગળ ૪ મંગળ વૃષ્ટિ આપજે, મંગળ પકવજે ધાન; મંગળ ગૌતમ દેવનું, મંગળ ગંભીર જ્ઞાન, હાંહાંરે, મંગળ-૫ મંગળતા મુજ વાણીમાં, આપે મંગળ દેવ ? મંગળ મુજ સેવકપણું, મંગળ હારી છે સેવ. હાંહાંરે, મંગળ-૬ પતિવ્રતા મુજ દેશની, મંગળ કારી સદાય; મંગળ સ્મરણ આપનું, કરતાં મંગળ થાય. હાંહાંરે, મંગળ-૭ મંગળ મુજ મનમાં વસે, મંગળ આપજે માન; મંગળ ભેખ નિભાવજો, મંગળ ભાવિક ભાન. હાંહાંરે, મંગળ-૮ અજિત સ્તવે મંગળ મને, મંગળકારી મહેશ? મંગળ કરો મુજ દેહને, મંગળ કરે મજ દેશ. હાંહાંરે, મંગળ-૯
www.kobatirth.org
For Private And Personal Use Only