________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪ तारंगा तीर्थ स्तवन.
( ધનાશ્રી ) તારંગા તીર્થ મઝાનું છે. આનંદ દે નિર્ધાર. તારંગાઅજિતનાથ મહારાજનું રે, જિનમન્દિર જયકાર, અજિતનાથ પ્રભુ સેટિયા રે, સુખ સંપત્તિ દાતાર. તારંગા, ૧ કુમારપાળે કરાવીયું રે, પાછળ જીર્ણોદ્ધાર; સંવત્ સળની સાલમાં રે, શેલે સુન્દરાકાર. તારંગા. ૨ સિદ્ધશિલાની ઉપરે રે, બે જિન દેરી સાર; કોટિશિલાપર દેરી બે રે, “વેતાંબર મનોહાર. તારંગા ૩ ધર્મ–પાપની બારીએ રે, એક દેરી સુખકાર; જિનપ્રતિમાએ જિન સમી રે, ભેટી ભાવ વિશાલ. તારંગાઇ ૪ કુદરતી ગુફાઓ ભલી રે, તીર્થ પવિત્ર વિચાર; કોટી મનુષ્ય સિદ્ધિયા રે, વન્દુ વાર હજાર. તારંગા ૫ તારંગા મન્દિરની રે, ઉંચાઈ શ્રીકાર; દેખી શીષ ધુણાવતા રે, યાત્રાળુ નરનાર. તારંગા
www.kobatirth.org
For Private And Personal Use Only