________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
श्री महावीरप्रभु स्तवन.
( કવાલી. ) વિસરું નહિ મહાવીર પ્રભુ! શિવનગર કેરા નાથ છે; અમ જૈન ધર્મ સમાજના, સ્વામી તમે સાક્ષાત છો. વિસરું ૧ અમ દેશમાં આધિ નડે, અમ ધર્મમાં વ્યાધિ નડે; એ સર્વ દુ:ખ સંહારવા, ભવહારી પ્રભુ ભલિભાત છે. વિસરું. ૨ પાપ વધે તાપ વધે, સંસારીસંતાપ વધે, સહુ કલેશ કાંટા કાપવા, શરણાગતના સાથ છે. વિસરું ૦ ૩ જે માગ આપ સિધાવીઆ, એ માર્ગ અમને લઈ જજે, અવિનાશી સુખડાં આપજે, અમ માત છે એમ તાત છો. વિસરું. ૪ અમ સત્વ પૂરો હૃદયમાં, વીરત્વ પૂરે દેશમાં હેમેન્દ્રના સાચા પ્રભુ, હરદમ અમને યાદ છો. વિસરું - ૫
www.kobatirth.org
For Private And Personal Use Only