SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) નેહ નથી જેને ભગતને, નેહી પણ તેને દીઠે, નથી પક્ષ જેને કેઈને તે,-પક્ષ પણ કરતે દીઠે; નથી કલેશ પણ પાંડવ તણા-રણમાં ગજબ લડત દીઠે, ચઢવું નથી તે દ્વિપદીની, વહારમાં ચઢતે દીઠે. ૪ નથી ઘાણ તે વનમાલના, સદ્દગંધને લેતે દીઠે, નથી વાઘ શબ્દો ચત્ર તે, મૃદુ તાલને દેતે દીઠે; નથી રૂદન જ્યાં તે માતૃસ્નેહ, રૂદન પણ કરતો દીઠે, ઝાંઝર પગે ઝણકારતે, વૃન્દાવને અજિતે દીઠે. ૫ પ્રમુવર. (૪) સખિ! જોબન મ્હારૂં જેર ભરેલું કેમ કરીને જાય; કેમ કરીને જાય, વિરહ દિવસ વહાય.—સખિ-ટેક ભ્રમર તણે પણ સ્પર્શ ન જેને સખિ ! પ્રભાત કેરૂં વિમળ કુસુમડું વણ ગ્રાહક કરમાય. સખિ. ૧ પ્રભાત કાળે ખાસ ખીલેલીસખિ! કમળ પાંખીસુરજ વગરની અંગવિષે અમુઝાય. સખિ. ૨ નિર્મળ વારિ કેરી વિહારીસખિ! કુમુદ પુષ્પની પાંખલડીને ચંદ્ર વિના જીવ જાય. સખિ.૩ લંકા નગરના ઉપવન માંહીસખિ! જનક રાયની દિકરીનું દિલ રામ વિના દુભાય. .ખ. ૪ ચાલ અનેખી બાંકી નજરિયાંસખિ! શ્યામસ્નેહીનું સ્મરણ કરીને તન આજે તલસાય. સાખ. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy