________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોઠશ્રી જમનાદાસ ગોકુલદાસ ડાસા એક બ્રહ્મનિષ્ઠ અને આત્મવિદ્
મહાપુરૂષ હતા.
ધર્મને આગેવાન તરીકે હૃદયમાં ધારણ કરીને સત્તર વર્ષના ઉમરે એમણે વ્યાપારમાં ઝ ંપલાવ્યું હતું. એમના એ ભાઇએ મોટાભાઈ શ્રી વલ્લભદાસ અને ન્હાનાભાઇ શ્રી લક્ષ્મીદાસ પણ વેપારમાં સાથે જ હતા. શરૂઆત ઘીના વેપારથી કરી. નીતિ અને ન્યાયથી વેપાર ખેડતાં કાંઇક દ્રવ્યસંગ્રહ થયા. આ દ્રવ્યસંગ્રહમાંથી કચ્છના અંજાર શહેરમાં કપાસ લેાઢવાની જીનીંગ ફેકટરી ખરીદી અને શરૂ કરી. સાહસ અને કુશળતાવડે આ ત્રણે ભાઇએએ સારી પેઠે દ્રવ્યસગ્રહ કર્યો અને વ્યાપારમાં ભારે નામના મેળવી. અનુક્રમે વેપારવણજ ખૂબ આગળ વધ્યા અને ગરીબમાંથી મેાટા શ્રીમંત બન્યા. આજે પણ ખાનદેશ અને મધ્યપ્રાંતમાં એમની નામનારૂપ બાર જીનીંગ ફેકટરીએ અને દશ પ્રેસીંગ ફેકટરીએ મેાજુદ છે. આ સ ધાર્મિકવૃત્તિ, બુદ્ધિ, નીતિ, ન્યાય, પ્રામાણિકપણું, પ્રેમ અને નિળતાને પ્રતાપ છે.
શેઠ શ્રી જમનાદાસ ગેાકુલદાસ ડેાસાને ત્રણ પુત્રે પ્રાગજી, પરમાનંદ અને આણુ ંજી, આ ત્રણે પુત્રા સુશીલ અને બુદ્ધિશાળી છે ભાઇ પ્રાગજીના અભ્યાસ ‘ પ્રીવીયસ' સુધીના છે, પણ અનુભવજ્ઞાન સુંદર રીતે પ્રાપ્ત કરેલ છે. એમણે લેખનકળા બહુ જ સારી રીતે કળવેલ છે. લેખક ઉપરાંત વાર્તાકાર પણ છે. બુદ્ધિની વિશાળતા એ મુખ્ય લક્ષણ છે. ભાઇ પરમાનંદ ઉપર ધામિ`ક સંસ્કારાની સ્પષ્ટ છાપ પડેલી છે. ભાષ આણંદજી તે હજી અભ્યાસ કરે છે. ત્રણ પુત્ર અને બે પુત્રીએ એમ પાંચ સુર્શીલ સતાના થયા. એકતાલીસમે વર્ષે એમના ધર્મપત્નિને જીણુ વર લાગુ પડયા હતા. આ કારણથી પોંચગીનીનાં હીલ-સ્ટેશનની નજીકમાં રહેવાનુ થયું હતું. ત્યાં એમણે જરૂરીઆત જણાતાં કેટલીક ઉદારતા બતાવી હતી. ત્યાં એમણે માતાના નામથી હિંદુ જીમખાનું બનાવ્યું, : ઉપરાંત એ સ્થળે પંચગીની હિંંદુ હાઇસ્કુલને સારી મદદ આપી. મૂતિ જાપુરમાં એમની જીનીંગ ફેકટરી છે. ત્યાં ભકિતભાવવાળા
For Private And Personal Use Only