________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને
જીને શેઠશ્રી જમનાદાસભાએ શારીરિક ખીલવટ કરવા તરફ જામ લક્ષ આપ્યું હતું અને પરમપાવની શ્રી યમુના નદીના કિનારે માકુસ્તી વગેરેમાં સારી પ્રવિણુતા મેળવી હતી. હુકાઇ કાસિદ્ધિ માટે સ્થળની પસંદગી કરવામાં પશુ કિંમત છે. એમણે પણ સૌ પવિત્રતાના ભંડારરૂપ શ્રી યમુનાતટ પસંદ કર્યાં હતા. શ્રી યમુનાતટના મહિમા અપાર છે. એ પરમ પાવની નદીની રેતી ઉપર પરમાત્મા શ્રીકૃષ્ણદ્રે બાળપણમાં ત્રિલેાકને પાવન કરનારાં પાવન પગલાં માંડયાં હતાં. આ કારણથી યમુનાની રજ નદીનાં જલ કરતાંયે વિશેષ પવિત્રતાને પામી છે. જલ અને રજ જ્યાં પાપીઓનાં પાપને ધ્રુવે છે એ સ્થળ શારીરિક વિકાસ માટે પસ કરવાથી મન અને આત્માની નિર્માંળતા તા ત્યાં સ્વાભાવિક રીતે થવી જોઇએ એ પ્રમાણે નિર્મળ થયા. એમનામાં ભકિતભાવ અને ધાર્મિકવૃત્તિના પ્રાદુર્ભાવ એ જ પવિત્ર સ્થળેથી સહેજે જ થયેા. દૈવયેાગથી મળેલી આવી પવિત્રતાને પરિણામે એમનામાં ધાર્મિક અભ્યાસની પ્રબળ પ્રુચ્છા પ્રગટી. એમણે ‘ મહાભારત ’ અને ‘ શ્રીમદ્ ભગવદ્ગીતાજી' નું ખાસ મધ્યમન કર્યું. આ અધ્યયનને પરિણામે અંતઃકરણની વિશેષ કરીને શુદ્ધિ થવાથી તેએશ્રી યાગમા તરફ વળ્યા. ‘પાતંજલ યાગદર્શીન’તુ વારંવાર પાન—પાદન કર્યું. એના સિદ્ધાંતા હૃદયમાં ઉતાર્યાં અને ખની શકે ત્યાં સુધી જીવનને યાગમય બનાવ્યું. શાસ્ત્રાનું વારંવાર શ્રવણુ કરવાથી શાસ્ત્ર સિદ્ધ થાય છે, એ માન્યતા થવાથી એમણે ‘ પ્રત્રચન ' માં નિયમિત હાજરી આપી અને ભગવલીલા ઉપર ખૂબ મંચન કર્યું. આ રીતે ધાર્મિકભાવમાં ખીલવટ ચતી ગઇ તેમ તેમ તે બ્રહ્મજ્ઞાન–વેદાંતમાં ઉંડા ઉતરતા ગયા અને વેદાંતને જીવનમાં ઉતારતા ગયા વેદાંતના અભ્યાસ કરવાને ભારે શાખ હતા. શ્રીમદ્ ભાગવદ્ગીતા એમણે લગભગ મુખપાઠ જેવી તૈયાર કરી હતી. યેાગવશિષ્ઠ, બ્રહ્મસૂત્ર, વિચારસાર, પંચદશી, પંચીકરણ, વિવેકચૂડામણિ વિગેરે વેદાંતના મૂળ અન્થાના એમણે સારી રીતે અભ્યાસ અને પરિચય કરેલા. મુંબઈ સાઠશાળાના પ્રવચનમાં ખૂબ ભાગ લેતા અને રસ લૂંટતા. ખરેખર
.
.
For Private And Personal Use Only