SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૭) आत्मभूप विनति (४०१) રાગ-કેલૈયાના પદને. સુણે હમે સ્વામીજી વ્હારા રે, પ્રાણથી લાગો છો પ્યારા. ટેક. આપે વિલાયત જાવાનું ધાર્યું, વિદ્યાને વધવા અભ્યાસ એવા સમયમાં વિનંતિ હારી, સાંભળે આણી ઉલ્લાસ. સુ૦૧ વેપાર માંહી એ દેશ વધે છે, હુન્નર શોધ્યા હજાર; જળના મારગ સહુ કબજે કર્યા છે, વધાર્યો રાજ વિસ્તાર. સુ૨ જળમાં સંચારક નાવ બનાવ્યાં, બનાવ્યાં વળી વૈમાન; સત્તા જમાવી છે સર્વ પ્રદેશ, રેલ્વે ચાલે ઉભે રાન. સુ૦૩ દિન દિન આગળ વધવાને હજીયે, શેધન કરતા સદાય; જાણે કે રવિ ચન્દ્રની માફક, રાજ કદી નવ જાય. સુ૦૪ વણવાનાં જંતર, ચણવાનાં જંતર, જંતરની બાંધી જાળ; એ સહુ શીખવા હીન્દી પુરૂષને, હરખ ભર્યા દિન હાલ. સુ૫ હીન્દ ઉદય માટે શીખવા એ સાધન, પધારે પ્રાણ આધાર; ભૂલે ચૂકે પણ એમના ધર્મો, કરશે નહીં પિયૂ પ્યાર. સુ૦૬ પતિવ્રત્તાના ધર્મ નથી કે ત્યાં,–પાકે સીતા સમ નાર; એક પતિને ત્યાં બે ત્રણ પ્રમદા, પ્રમદાને પુરૂષ હજાર. સુe૭ માંસ મદીરાને દિવ્ય ગણે છે, હિંસા છે હૈયા સમાન; એમાંથી બચજે, ધર્મ સાચવજો, ધર્મ તજે એ નાદાન. સુ૦૮ ફેશનના તમે કુંદે ન ફસ, ધર્મમાં રાખજે ધ્યાન; એટલું રાખીને બહેલા પધારજો, ગાશે અજિત ગુણગાન. સુ૯ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy