SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૬ ) સખી ? પાષે પૂર્ણ પ્રતાપ, મીઠ્ઠી માયારે; અળિ ભસ્મ થયાં છે પાપ, શીતળ છાયારે. સખી ? મહા મહિનાની માંહિ, અનુભવ આભ્યારે; નથી ખીજું કશું ચે કયાંઇ, સ્નેહ છવાયે રે. સખી ? ફાગણુ કેરા ફંદ, જીવન જોયારે; મુજ મંદિરમાં આનંદ, પીંડમાં પ્રાયારે. સખી ? ચૈત્ર તણી ચતુરાઈ, પુષ્પ પ્રગટીયાંરે; મુજ દેષા સહિત દુઃખદાઇ, દુઃખડાં ઘટિયાંરે. સખી ? વૈશાખે વા વાય, વિરતી જામીરે; મુજ મનમાં હરખ ન માય, શિરના સ્વામી. સખી ? જેઠે જગ જંજાળ, ભાવટ ભાગીરે; હુને મનમેાહન શું વ્હાલ; લગની લાગીરે. સખી ? આષાઢે છાયું આકાશ, વૃષ્ટિ વરસેરે; મ્હારા અંતરમાં આવાસ, દેવને દરસેરે. સખી ? શ્રાવણમાં સમજાય, વ્હાલમ વ્હાલારે; આ વિશ્વની બૂરી અલાય, ઠાજ ડાલારે. સખી ? ભાદરા ઘનઘેર, ગગને ગાજેરે; મ્હારા મનમાંહી નવલ કિશાર, મૂતિ રાજેરે સખી ? આસે તે માસની માંહિ, દીવાળી આવીરે; આવે અજિતસાગરના સાંઇ, અલખ જગાવીરે. For Private And Personal Use Only ૫ ७ હ ૧૦ ૧૧ ૧૨
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy