________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩પ૭ ) प्रणवोधनुः शरोह्यात्मा, ब्रह्मतल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं, शरवत्तन्मयोभवेत्-उपनिषद् ॥
અર્થ–પ્રભુનું નામરૂપ ધનુષ છે. આત્મા–બાણ છે. વધવાની વસ્તુ-બ્રહ્મ છે. સાવધાન થઈને આત્મારૂપી બાણને પરમાત્મારૂપ લક્ષમાં પરોવીને તન્મય થઈ જાય આજ સાચો શિકાર છે. પુરાણોમાં કાવ્યોમાં મૃગયા–શિકાર વર્ણવેલ છે તે આજ પ્રમાણે રૂપક છે બુદ્ધિમાનો નિર્દોષ પશુઓનો શિકાર કદી કરતા જ નથી. પ્રાણીના પ્રાણ લેવા એ કોઈને અધિકાર નથી.
તેરાની ટુર. (૨૧૦)
ચાબખાનો ગ. દેશની દશા દેખે તમે ભાઈ,
અગણિત સાધુ રહ્યા ઉભરાઈ-એ ટેક. બાવન લાખ વસ્તિપત્રક બોલે, અવની ગઈ ઉભરાઈ ઘેર ઘેર ભીખતા દિસે દિશે દિશ, ભૂતડા કેરા ભાઈ. દેશની ૧ ચલમ કેરે ચડસ વચ્ચે અને, ગાંજામાં બુદ્ધિ ગુમાઈ ઉદ્યમ કરતાં આળસ આવી, પાડા તણા પિત્રાઈ. દેશની ૨ ચીપીયા રાખેને કૂંડાળુ ભાખે, વડકારી જાણે વિયાઈ; વાળે લંગટા કાઢે છે ગોટા, જોગણી કેરા જમાઈ. દેશની ૩ કુવાના કાંઠે આસન જમાવે, દેવને ભજ્યાની દવાઈ, આંખેના અણસારા મારે અબળાને, મુખે કહે છે માઈ. દેશની ૪ કાળી રોટી પર કર્યો અઠંગે, કેડીની નથી કમાઈ; વાંઝણીને દીકરા બાવાજી આપે, ભેળુડા જાય ભરમાઈ. દેશની ૫ ગામમાંહી સાધુ ને સહેરમાંહી સાધુ, ડુંગરા પર ધૂણી ધખાઈ; મારગમાં સાધુ ને તીરથમાં સાધુ, સાધુની કોરટે લડાઈ. દેશની દે
For Private And Personal Use Only