________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૮ ) બેલ્યા બાળકદાસ સુણો સુંદરદાસ, સાધુઓં દુનિયા છવાઈ સાધુકે મહિમા સબસે બડે હે, શ્રીમુખ આપ સુનાઈ. દેશની ૭
વિદ્દેશ વહુ. (૩૧૬)
ચાબખાને રાગ. આજને અજબ જમાને આવ્યું;
ફંદ કરી પરદેશી દેશમાં ફા –એ ટેક. પરદેશી પાણીને પરદેશી વાણી, પરદેશી બાગ બનાવ્ય; દેશી વનસ્પતિ દિલને ગમે નહિ, જબરો રંગ જમાવ્યું. આ.૧ દેશી દવાપર દિલમાં પ્રીતિ નહી, પરદેશી બાટલે મંગાવ્યું ગટકાવી દીધે ગળામાં ગટગટ, એચંતે ઓડકાર આવ્યું. આ.૨ પરદેશી પાટલુન પહેરવામાં પ્રીતિ, પરદેશી કટ કરાવ્યું, રસોઈ કરનારે હોટલમાં જઈને, બીટ્યુટને ડાબલે લાવ્યું. આ.૩ દેશનાં દાંતણ ભાઈ ભાળી ભડકાણુ, બ્રસને અવસર આવ્યા; ઘોડાના વાળ મેઢા માંહી ઘાલીને, દેવતાઈ દેહ અભડાવ્યા. આ.૪ આંખ તણું તેજ હવે ઓછાં થયાં માટે, ચસ્માંએ રોફ ચલાવ્ય; વ્હાલાંનાં હેત લોકે વિસારી મેલ્યાં, ઉમંગ સાહેબ પર આ.આ.૫ લાજ કેરૂં કાજ કશું રહ્યું નથી જાણે, ગણીએ જંગ જમાવે; પારકા પુરૂષ સાથે સુધરેલી સુંદરી, ભાવ કેરે ભેદ ભણા. આ.૬ અજબ જમાનાને અજબ ગજબ આ, અજિત સુન સુણાવ્યું ઈશ્વર! આબરૂ રાખજે હવે તે, પરદેશીએ દેશ દબાવ્યું. આ૦૭
(સમગ્ર આત્માઓ પ્રત્યે અમને સમભાવ છે, પણ આર્ય સંસ્કૃતિને વિનાશ કરનારી વસ્તુઓ અને પ્રવૃત્તિઓ અટકાવવા ઉપદેશવું એ સાધુ જનનું–કર્તવ્ય છે. આર્ય પ્રજાનું કર્તવ્ય એજ કે દેશભરમાં આર્ય સંસ્કારે સદા અવિચલ રહે તેવી દેશી શુદ્ધ વસ્તુઓ વાપરવી.)
For Private And Personal Use Only