________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૫). પિતા સમ સે પ્રાણ દેખે, થાજે દુ:ખિયા પર દુઃખથી;
અજિત સાગર એવું ઉચ્ચરે, દયા બરાબર ધર્મ નથી. ૮
શુ ત્રાસ. (૩૮)
રાગ-માઢ. પશુ પંખી બિચારાં દુધ દેનારાં, કસાઈ હાથે કપાય;
દુઃખી હીન્દ વિચારે, ધ્યાનમાં ધારે, પાપ અતીશય થાય. સાખી–બુદ્ધિ અને બળ આદિક કેશ, દહીં દૂધ પર આધાર;
એ દહીં દુધ દેનારાં ઉપર, તીખી ચાલી તરવાર રે; પશુ, ૧ સાખી-કસાઈખાનાં વધ્યાં હીન્દમાંહી, પૂરણું ઉઘડયાં છે પાપ;
નિર્દય પાપી નમૅરા લોકે, પાપ કરે છે અમાપ રે; પશુ. ૨ સાખી-પાવન દેશના પાવન લોક, સાંખે નમાવીને શીષ;
લાજ અગર મરજાદ મળે નહી, હાય કરો જગદીશ રે; પશુ.૩ સાખી-દયા વગરના દાનવ જેવા, પ્રાણુના ઘાતક પ્રેત;
એ પર અમને કયાં થકી આવે, હૈડા માંહી હેત રે. પશુ.૪ સાખી-માંસાહારી ગાય ભેંસને મારે, પાંચ મિનીટને સ્વાદ;
પણ એ બીચારાં પ્રાણી કેરા, આખા જનમ બરબાદ રે; પશુપ સાખી આહાર, નિદ્રા, ભય, અને મૈથુન, સર્વને છેજ સમાન;
માનવ, દાનવ, પંખી, પશુના, સરખા છે પ્યારા પ્રાણ રે; પશુ ૬ સાખી -અંતે તે ધર્મની જય થવાની, પાપી તણો ક્ષય થાય;
અજિતસૂરિના અંતરે અંતે, હિન્દની જય વરતાય રે, પ.૭
For Private And Personal Use Only