________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩પ૨ )
વિજળી ચમકે છે વારે, વારે આકાશમાં રે; હૈ ગયું છે ગભરાઈ, નિર્મળ નાથ હો ? ૩ ચિત્તડું ચમકે છે એવું બીજું અંતરમાં રે; સ્થિરતા કરે ન કશી ક્યાંઈ નિર્મળ નાથ હે ? ૪ ઘન તે ગાજે છે વહાલા પ્રથમ આષાઢને રે; ચિત્તની ટળે છે ચતુરાઈ, નિર્મળ નાથ હે ? પ કામ ને ક્રોધ કેરાં ગર્જન ઘર છે રે, પાછળ પડયે છે પિતરાઈ, નિર્મળ નાથ હે ? ૬ આપ આવે તે ભીડે ભાગે આ દાસની રે; અજિત આનન્દની વધાઈ, નિર્મળ નાથ હો? ૭
પ્રમુ-આજ્ઞા. (રૂ૮૫)
બલિહારી રસીયાની ધુન. શું રે કરવું ને શું ના કરવું ભગવાન છે ? મુજને તે તેની, કળ નથી પડતી રે. ટેક. આજ્ઞા આપે તે રૂડાં જપ તપ આદરૂં રે; આજ્ઞા આપે તે જાઉં કાશી ભગવાન છે ? આજ્ઞા આપો તો સિદ્ધાચળમાં તપું જઈ રે આજ્ઞા આપો તે જાઉં નાસી ભગવાન છે? આજ્ઞા આપે તે વ્હાલા મુનિવૃત્ત આદરૂં રે, આજ્ઞાથી થાઉં પ્રેમ પ્યાસી ભગવાન છે ? આજ્ઞા આપે તે રડા ઉપવાસ આદરૂં રે, કશી નવ રાખું કચાશી ભગવાન છે ?
૪
For Private And Personal Use Only