________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) જોબન ભરેલી જામની, જોબન ભરેલી કામિની,
મેં સમય મિથ્યા કરી, શાને દિસો હસતા હૂમે. ૨ રસ ભાવના મુજ હૃદયમાં, છલકી રહી છળી રહી
પળ એક યુગ સરખી કરી, શાને દિસે હસતા હમે. ૩. આકાશ કેરી ચાંદની, મધુરૂં હમારું હાસ્ય છે;
મુજને રડાવી પ્રિય! અને, શાને દિસે હસતા હમે. ૪ આકાશ મંદિર આપનું, ત્યાં ચંદ્રિકા પણું હાસ્ય છે,
મ્હારૂં રૂદન સુણતા નથી, શાને અજિત હસતા ત્વમે. ૫
પરવા નથી ઘા આપને. (૨૪)
ગજલ.
રાત્રીય ચાલી જાય છે, દિવસોય ચાલ્યા જાય છે;
જોબન મધુર વહી જાય છે, પરવા નથી પણ આપને. ૧ રસવાહિની વહી જાય છે, જળવાહિની વહી જાય છે;
એકાંત પણ વહી જાય છે, પરવા નથી પણ આપને. ૨ - સંકેત પણ વહી જાય છે, અવતાર પણ વહી જાય છે;
મધુરા પવન વહી જાય છે, પરવા નથી પણ આપને. ૩
૧ આલ્હાદમય સમય અને સંકેત છતાં, નાયિક નાયકા પ્રતિ આવે નહીં ત્યારે અનન્ય ભાવવાળી નાયિકાને ઉપાલંભ હોય છે. જીવન વહન થાય છતાં છવધન-પ્રાણેશ્વર-આત્મ પ્રભુ, આવે નહીં ત્યારે (સ્ત્રીરૂપે ) આત્માને તેમના પ્રતિ ઉપાલંભ.
For Private And Personal Use Only