SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) સસુરા (ર) દેહા. અછત પ્રભુ પદ પ્રીત, સમજે સંત સુજાણ; જડવાદી જાણે નહીં, સમજ્યા વણ શુભ જ્ઞાન. ૧ અછત આ અવતારમાં, પ્રભુને સાચો પંથ; અક્કલ કેરા આંધળા, શું સમજે મતિમંદ ? ૨ અછત આત્મિક પુરૂષને, નથી દુઃખની દરકાર; સુખ દુઃખ વાદળ છાય છે, સાચે પ્રભુને પ્યાર. ૩ મિલકત મેલી ચાલવું, તજવા મંદિર વ્હેલ ઘડા ઘડાળે રહે, બેટ જગને ખેલ. ૪ અછત અંતે ચાલતાં, ઇશ્વર આવે કામ; સ્વારથમાં સગલાં બધાં, નગદી ઈશ્વર નામ. ૫ અછત એવું સમજીને, કર પરમારથ પહેલ; આ તન રંગ પતંગને, માટે મમતા મહેલ. ૬ ચાર દિવસની ચાંદની, ફેગટ શું ફૂલાય ? પૂર્વજની પેઠે મરણ, થાય થાય ને થાય. ૭ ચતુરા ફટે ચેકમાં, મરણ નાથને હોય; સઘળી બોલે સામટી, હાય હાય ને હેય. ૮ ઉગનારાને અ ત છે, નિર્મિત વિધિને પંથ; પ્રેમાનંદી એકલા, સાચા જગમાં સંત. ૯ અજિત માટે આજથી, કરી લે પ્રભુમાં પ્રેમ, જગના નિયમે ચળ બધા, નિશ્ચળ પ્રભુના નેમ. ૧૦ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy