________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭). આવ્યા છે. (૨)
ગજલ સહિતી. પ્રભુ નામ કેરી ગર્જના, કરતા સુહૃદ ! આવ્યા કરે; - કામાદિ શત્રુ વિભેદવા, એ પ્રિય! મરદ આવ્યા કરે. ૧ મુજ દેશમાં આપદ વગર, દેવી શરદ આવ્યા કરે, - પ્રભુ સાંભરે જે દરદમાં, એવાં દરદ આવ્યા કરે. ૨ નિયમિત સમય મુજ દેશમાં, વરસાદ શુભ આવ્યા કરે; - નિયમિત સમય મુજ હૃદયમાં, પ્રભુ યાદ શુભ આવ્યા કરે. ૩ બીજે નહીં પણ પ્રોતિ ભર્યો, પ્રભુ નાદ શુભ આવ્યા કરે; - નિર્વાદ થાતા વાદ એવા, વાદ શુભ આવ્યા કરે. ૪. નિનમ થાતાં નામ એવાં, નામ મુખ આવ્યા કરે; - નિષ્કામ થાતાં કામ એવાં, કામ સુખ આવ્યા કરે. ૫ વસ્તિ નહીં પણ વસ્તિ એવાં, ગામ પણ આવ્યા કરે; - જગના શમે છે શેક એવાં, ધામ પણ આવ્યા કરો. ૬ હું તું ભરેલા ભાવના, વિશ્રામ પણ આવ્યા કરે;
મનની મટે છે. દોડ એ, આરામ પણ આવ્યા કરે. ૭ જે યામમાં પ્રભુ સ્મરણ છે, તે યામ પણ આવ્યા કરે;
તનના ટળે જ્યાં રેગ એ, વ્યાયામ પણ આવ્યા કરે. ૮ મુજ દીવ્યતાના આંગણે, દેવે સદા આવ્યા કરે;
મેંઘા મહા રસ પાનને, મે સદા આવ્યા કરે. ૯ મુજ દ્વાર દેશ ઉદ્ધારતા, સંતે અજિત આવ્યા કરે;
ને પ્રેમ પાણી ભીંજવ્યા, પથ સદા આવ્યા કરે. ૧૦
For Private And Personal Use Only