________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪)
રંગ ભરેલા ભભકે પડદા, નાટકના નવરંગ જુઓ ? શ્રોતાઓમાં ગડદે ગડદા, નાટકના નવરંગ જુઓ ? ૬ કંચનીચે ત્યાં નખરાં કરતી, નાટકના નવરંગ જુઓ ? હાવ ભાવ લટકાં આચરતી, નાટકના નવરંગ જુઓ ? ૭ સાચા સ્વર સંતાઈ ગયા છે, નાટકના નવરંગ જુઓ ? ખરા રામ કંતાઈ ગયા છે, નાટકના નવરંગ જુઓ ? ૮ ઘી ઘડીમાં ફારસ આવે, નાટકના નવરંગ જુઓ ? શ્રોતાઓને હસવું ફાવે. નાટકના નવરંગ જુઓ ? ૯ હોટલની ત્યાં તડામાર છે, નાટકના નવરંગ જુઓ ? ધમાલીની ધડામાર છે, નાટકના નવરંગ જુઓ ? ૧૦ રાત્રી કેરા ઉજાગરા છે, નાટકના નવરંગ જુઓ ? વાહ વાહ લેકે ઉચ્ચર્યા છે, નાટકના નવરંગ જુઓ ? ૧૧ સિટીના સિસવાટા થાતા, નાટકના નવરંગ જુઓ ? વંસમેંર કહી હરખ ભરાતા, નાટકના નવરંગ જુઓ ? ૧૨ કૈક લેક તો ખુવાર થાય છે, નાટકના નવરંગ જુઓ ? કૃત્રિમ પ્રેમે ફસાઈ જાય છે, નાટકના નવરંગ જુઓ ? ૧૩ જુવાનિયા પસ્તાવે ભારી, નાટકના નવરંગ જુઓ ? નખરાં વાળી જોઈએ નારી, નાટકના નવરંગ જુઓ ? ૧૪ ભવાઈયાને ધંધે ભાગ્ય, નાટકના નવરંગ જુઓ ? અજિતને આ ઉદ્યમ જાગે, નાટકના નવરંગ જુઓ ? ૧૫
(આજે કેટલાંક નાટકે અને સીનેમા જેવા દક્ષે સમાજમાં અનીતિ અને અનેક પ્રકારની બદીનો પ્રચાર કરે છે તે ત્યાજ્ય છે. સમાજમાં નૈતિક ધાર્મિક રાષ્ટ્રીય વિચારોનું બલ વધવા માટે માત્ર નાટક આવકારદાયક છે)
For Private And Personal Use Only