________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૨) કવિતા લખતા ઘાટી લેકે, કળજુગના કવિરાજ જુઓ ? કવિ બન્યા છે ઢાઢી લેકે, કળજુગના કવિરાજ જુઓ ? ૧૨ પરણેલી પણ પડે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? રાંડેલી પણ રચે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧૩ વગર ભણેલી ભણે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? સુધરેલી પણ સુજે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧૪ પત્થર પેઠે કવિ વધ્યા છે, કળજુગના કવિરાજ જુઓ ? ભણ્યા ગણ્યા પણ વાદ વધ્યા છે, કળજુગના કવિરાજ જુઓ ? ૧૫ જંતર માટે કથે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? મંતર માટે કરે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧૬ ભવાઈવાળા ભણે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ભેજક લેકે કરે કવિતા, કળજુગના કવિરાજ જુએ ? ૧૭ ભુજંગી છંદ ભુજંગ થયો છે, કળજુગના કવિરાજ જુઓ ? રોળાવૃત્તને રેગ થયે છે, કળજુગના કવિરાજ જુઓ ? ૧૮ દેહાઓની દીધી દુહાઈ, કળજુગના કવિરાજ જુઓ ?
પગમાં ચંપાઈ છુપાઈ, કળજુગના કવિરાજ જુઓ ? ૧૯ હરતાં કવિતા ફરતાં કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ભમતાં કવિતા જમતાં કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૨૦ સત્ય કવિતા ગઈ શરમાઈ, કળજુગના કવિરાજ જુઓ ? અજિત કહે સાંભળજો ભાઈ, કળજુગના કવિરાજ જુઓ ? ૨૧
કવિતા રચના દેહ, જીવ ભાવાર્થ ભળે નહીં; તે શરીર શબ તુલ્ય, માનવું માલ મળે નહીં.
૧
For Private And Personal Use Only