________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત સત્તર છપન કેરા, આષાઢ સુદ બીજ સેહેરે; સોમવારે સઝાય એ કીધી, સાંભળતાં મન મેહેરે. શ્રી પુનમ ગચ્છ ગુરૂવિરાજે, મહિમા પ્રભુ સુરિંદા; ભાવરત્ન સુશિષ્ય એમ પભણે, સાંભળજો સહુ વૃંદારે. સંવત ૧૭૬૩ માં જૈન કવિ ઉદયરત્ન થયા એમની ભાષા જુઓ–
ઇમ જાણી નર નારશિયલની સહણાએ, શુદ્ધિ દિલમાં ધારજો. એહ દુર્ગતિનું મૂળ, અબ્રહ્મ સેવામાંહિ હે, જાતાં દિલને વાર. તપગચ્છ ગયણ દિણંદ, મન વાંછિત ફળ દાતા શ્રી હીરરત્ન સૂરીશ્વરૂ, પામી તાસ પસાય, વાડી એમ વખાણી હો શિયલની મને હરૂ. ખંભાત રહી માસ, સત્તરસે ત્રેસઠે હે; શ્રાવણ વદિ બીજ બુધે ભણે ઉદયરત્ન કહે કર જોડ, શિયલવંત નરનારી હે તેહને જાઉં ભામણે. સંવત ૧૮૨૮ જૈન કવિ ક્ષમા કલ્યાણક થયા એમની ભાષા– શ્રી મહાવીર જિનેરૂ, ત્રિભુવન ગુરૂજી; તસુ અઠમ પટધાર, શ્રી સ્થલિભદ્ર નમે. પાડલીપુર સહામણુજી, મહિ મંડજી તિહાં થયે અવતાર, શ્રી ગુરૂ આગરૂજી; નંદ નરિંદ્ર મંત્રીશ્વરૂ, શ્રી સ્યુલિભદ્ર ન. શ્રી સકડાલ સુપુત્ર, શ્રી સ્યુલિભદ્ર નમે. લાછલદે નંદન ભલે, મુનિ ગુણનીલેજી;
For Private And Personal Use Only