________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫). થાજે અજિત? તું અજિત છે, તરૂ પુણ્ય કેરાં વાવજે; વિરાગ્ય વેલ્લી હૃદયમાં, વાવી અને વવરાવજે.
વસ્થ રે (૨૭૬)
ગજલ
વાદલ નયન વરસ્યા કરે, નિશદિન નયન વરસ્યા કરે, ટેક. પ્રભુજી ગયા છે ત્યારથી, વર્ષ રૂતુ હારે ઘરે;
કાળા કપલ બની ગયા, અંજન નયન વરસ્યા કરે. ૧ સ્તન યુગ્મગિરિ વચ્ચે થઈ, નદી આંસુની ચાલ્યા કરે,
ભીંજાય હારી ચુંદડી, ને કંચુકી ભીંજ્યા કરે. ૨ દ્વારે ઉભી રહી ના શકું, કાયા શિથિલ થથર્યા કરે;
આજે કઠિન પ્રભુજી થયા, પરવા અમારી નવ કરે. ૩ આભૂષણે પલળે અને, પટભૂષણો પલળ્યા કરે; તનડું અજિત પલળ્યા કરે, વિરહી હૃદય પલળ્યા કરે. ૪
તરુક્યા વારે ( ર૭૭)
ગજલ. વ્હાલમ વગર તલસ્યા કરે, મ્હારૂં હૃદય તલસ્યા કરે,
જુદા થયા જે દિવસથી, તે દિવસથી તલસ્યા કરે. ૧ નયનો સજળ તલસ્યા કરે, વચન પ્રબળ તલસ્યા કરે.
ચાતક તલસતું સ્વાતિને, એવી રીતે તલસ્યા કરે. ૨ આખું શરીર તલસ્યા કરે, આખું ભુવન તલસ્યા કરે,
વ્હાલાજીના વિર કરી, હરદમ હુદય તલસ્યા કરે. ૩
For Private And Personal Use Only