________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી ભાષા-સાહિત્યના મૂળ ઉત્પાદકો જેને જ છે. આ વ્રત આજે દીવા જેટલી સ્પષ્ટ થઈ ચૂકી છે. આપણા દેશ ભાષામાં શુદ્ધ સંસ્કારી દેશભાષામાં-પ્રાકૃત ભાષામાં મળી આવતા ગ્રંથમાં સૌથી જૂનો ગ્રંથ તે “શ્રી આચારાંગસૂત્ર” છે. આ વાત મેં નડીઆદ મુકામે હાલમાં જ ભરાયેલી નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વંચાયેલા મહારા નિબંધમાં સાબિત કરી હતી. શ્રી આચારાંગસૂત્ર ” ની ભાષા આજથી ત્રેવીસું વર્ષ કરતાં યે વધારે જૂની છે. તે સમયમાં શિષ્ટવર્ગમાં બેલાતી ભાષાને એ સાક્ષાત નમુને છે. દેશભાષા કાળક્રમે વિકાર પામતી પામતી કલિકાલસર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્યજીના સમયમાં કેવા સ્વરૂપને પામી હતી તે આપણે શ્રીમહ હેમચંદ્રાચાર્યજીના પ્રાકૃત વ્યાકરણ ઉપરથી જાણી શકીએ છીએ. હાલમાં આપણે જેવી ભાષા બોલીએ છીએ તેવા સ્વરૂપને પ્રાકૃત ભાષા વિક્રમ સંવત ૧૪૧૨ માં પામી. એનું જ્વલંત ઉદાહરણ “ગૌતમ રાસો' છે. હાલમાં આપણે એવી ગુજરાતી ભાષા બોલીએ છીએ તેવી ભાષા “ ગૌતમ રાસા ? માં છે. હાલના જેવી ભાષામાં એથી જૂને કઈ બીજો ગ્રંથ મળી આવ્યો નથી. આપણે દેશભાષાને મૂળ ગ્રંથ “ શ્રી આચારાંગ સૂત્ર છે. વચ્ચલા યુગની પ્રાકૃત ભાષાનું વ્યાકરણ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ રચેલું છે. હાલમાં આપણી બેલાતી દેશભાજાને પ્રથમ ગ્રંથ જૈન કવિ ઉદયવંતે સંવત ૧૪૧૨ માં “ગૌતમ રાસ” રચેલ છે. આટલા સબળ પૂરાવાથી આપણે છાતી ઠોકીને જગત સન્મુખ રજુ કરી શકીએ છીએ કે ગુજરાતી ભાષા સાહિત્યના મૂળ ઉત્પાદકે જેને જ છે. અલબત પાછળથી ભાલણ, પદ્મનામ, નરસિંહ મહેતા પ્રેમાનંદ, શામલભદ, દલપતરામ નર્મદાશંકર વગેરે બ્રાહ્મણ કવિઓએ ગુજરાતી ભાષા સાહિત્યમાં ઘણું જ સુંદર ફાળો આપેલો છે, પણ ગુજરાતી ભાષા સાહિત્યના મૂળી ઉત્પાદકે તે જેને જ છે. ગુજરાતી ભાષા અને ગુજરાત દેશ ઉપર ભાષા સાહિત્યની દૃષ્ટિએ જૈનેને ઉપકાર સૌથી મેટો છે.
વિક્રમની અઢારમી, ઓગણીસમી અને વીસમી સદીમાં જે ભાષા ખેડાઈ છે તે લગભગ એક સરખી જ છે, આથી સ્પષ્ટ સમજી શકાય
For Private And Personal Use Only