________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરિત્ર, ચંદ્રરાજ ચરિત્ર, સ્તુતિએ, શોભન સ્તુતિ ટીકા, સુભાષિત સાહિત્ય, શ્રીબુદ્ધિસાગરસૂરિ ચરિત્ર, (સંસ્કૃત) શ્રી કલ્પસૂત્રસુખોદધિ ટીકા વગેરે એમણે રચેલા સંસ્કૃત ગ્રંથ છે. આ ગ્રંથનું સંસ્કૃત ઘણું જ સરલ અને સુગમ હોવાથી ભાષાની દૃષ્ટિએ તેમજ વિચારની દૃષ્ટિએ હાલના સંસ્કૃત સાહિત્યમાં આ ગ્રંથાએ અદિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત સંસ્કૃત પ્રાકૃત ગ્રન્થાના ભાષાંતરો પણ કરેલા છે. એમનું ગુજરાતી સાહિત્ય તે જૈન કવિઓમાં શિરોમણિ બન્યું છે. “સૌન્દર્ય લહરી' સંવેધ છત્રીસી, સ્તવન સંગ્રહ, ગુરૂપદ પૂજા, કેટલાક છૂટા કાવ્યો ગીતરત્નાકર, “ કાવ્યસુધાકર' વગેરે ગ્રંથે શુદ્ધ ગુજરાતી ભાષામાં છે. સમગ્ર જૈન ગુજરાતી ભાષા સાહિત્યમાં “કાવ્યસુધાકર'ની ભાષા અને વિચારે બંને શુદ્ધ અને સર્વોત્કૃષ્ટ છે. પૂર્વના જૈન કવિઓની ગુજરાતી ભાષાની કવિતાઓમાં માગધી વગેરે ભાષાના શબ્દોનું એાછા વત્તા પ્રમાણમાં ભરણું જોવામાં આવે છે. માત્ર જૈન કવિ અજીતસાગર સૂરિજીની ભાષા જ શુદ્ધ ગુજરાતી ભાષા છે. પૂર્વના જૈન કવિઓએ માટે ભાગે સાંપ્રદાયિક વિચારને કવિતામાં ગુંથેલા હોવાથી તેવી બંધનવાળી કવિતાએ માત્ર સંસ્કારી જેનામાં જ ફેલાવા પામી છે. જૈન કવિ અછતસાગરસૂરિજીની ભાષા જેમ સંસ્કારી છે તેમજ વિચારો ઘણા ઉંચા અને સર્વદેશી છે. માત્ર અમુક વાડામાં જ વિચારેને ગાંધી મારવાનું એમણે પસંદ કર્યું નથી. ઘેટા બકરાનાં જ વાડા હોય છે. સિંહના વાડા હોતા નથી. સિંહ સર્વત્ર વિહાર કરવાને સંપૂર્ણ શક્તિ ધરાવે છે. જૈન કવિ અજિતસાગરસૂરિજીની કવિતાઓ સર્વત્ર વિહાર કરનારી છે, એ કારણથી સઘળા જૈન કવિઓમાં શ્રી અજિતસાગરસૂરિજીની કવિતાઓ પ્રથમ પદે આવી છે.
કવિતાને જન્મ કવિમાંથી થાય છે. કવિ થતો નથી પણ જન્મે છે. જેનામાં જન્મથી કવિના અંશે હોય તે જ કવિતા રચવાને ભાગ્યશાળી બને છે. જેનામાં કવિત્વ હોતું નથી તે ગમે તેટલો પ્રયાસ કરતાંયે કવિ થઈ શકતો નથી. કેટલાક એવું કહે છે કે અભ્યાસથી પણ કવિ થઈ શકાય છે. ત્યાં એવું સમજવાનું છે કે જેઓ પ્રથમ કવિ હતા નથી
For Private And Personal Use Only