________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૩) પ્રેમપત્ર (રરૂ૭)
નાથ કૈસે ગજ બંધ છોડાયે—એ રાગ. કાગળ હજી એક લખે નહી કટકે;
એને ચિત્તમાં થયે અમને ચટકે.–કાગળ ટેક. લેક જગત કેરા વાત કરે છે, કુબજા સંગાથે કહાન અટક; આદર સત્કારને અમ ઉપકાર, પલક ઘડીમાંહી પટક. કાગળ-૧ કુબજાએ કામણ કીધાં એથી હવે, લાભ અમારે તે લટક; અણુતેડયે આવતે આજ હવે તે, ધ્યાનમાંથી છેક છટક. કા. ૨ પ્રેમને પંથ કઠણ થયે પૂરણ, કાંટાની માફક ખટક સાકર દૂધનું પાન કરે ભલે, છાશને ઘુટે અહીં ઘટક. કાગળ-૩ પીળાં પીતાંબર પહેરે ભલે ત્યાં, અહીં તે કાંબળને ફટકે; જશોદાને જાયે લાડકવા, નંદને ઘેરેય ન ટકયે. કાગળ-૪ અમને સંભારે કે ના સંભારે, ભૂલ્યા જે વન માંહી ભટક; એની એ જાણે અમારી પશી? અજિત અંતરે તોયે અટક. કા.
પ્રભુ પ્રાર્થના. ( રરૂત્ર )
પ્રિયતમ પ્રભુ નમીયે આપને—એ રાગ. પ્રભુ અરજ સ્વીકારે અમારી, મેહ માયાને નાખ મારી. પ્રભુ. ટેક. આત્મ ઉપર રંગ રાગને લાગ્યું, એને હરખથી નાખે ઉતારી. પ્રભુ.૧ પ્રપંચ ઉપર પ્રીત જામી છે, વેગે ઘો એને વિદારી. પ્રભુ. ૨ નટવર નાગર નેહના સાગર, અનુભવ ગુણના ધારી. પ્રભુ. ૩ આત્મા તણું રૂપ સમઝા સ્વામી, ખલકની પ્રીત કરે ખારી. પ્ર.૪ કુડ કપટ મદ મોહ ભરેલાં, સ્વારથીયાં સંસારી. પ્રભુ. ૫
For Private And Personal Use Only