________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) માતા તણું પય પાનથી, ઉત્તમ ઘણું પીધા કરે; - સત્સંગ રસ મેક્ષાર્થ છે, અજિતાબ્ધિ તે પીધા કરે. ૧૦
વિશ્વાસ ના વારો. (૫૬)
ગજલ સહિની. જૂઠું વચન વદનારને, વિશ્વાસ કદિયે નવ કરે;
પરનારી કેરા ચારને, વિશ્વાસ કદિયે નવ કરે. લુચ્ચાઈથી લાચારને, વિશ્વાસ કદિયે નવ કરે;
ને શઠ તણું સરદારને, વિશ્વાસ કદિયે નવ કરે. ૨ અંતઃકરણ પર શમ નહીં, વિશ્વાસ તેને નવ કરે;
બાહેંદ્રિ પર દમ નહીં, વિશ્વાસ તેને નવ કરે. ૩ જય જોગનું સાધન નહીં, વિશ્વાસ તેને નવ કરે;
જ્યાં ઈષ્ટ આરાધન નહીં, વિશ્વાસ તેને નવ કરે. ૪ સુખમાં છકી જાનારને, વિશ્વાસ કદિયે નવ કરે,
દુઃખમાં ડગી જાનારને, વિશ્વાસ કદિયે નવ કરે. ૫ પર પ્રાણને હરનારને, વિશ્વાસ કદિયે નવ કરે;
દુઃખ અન્યને દેનારને, વિશ્વાસ કદિયે નવ કરે. ૬ હદથી ઉપર વાચાળને. વિશ્વાસ કદિયે નવ કરે;
ચરે અને ચાંડાળને, વિશ્વાસ કદિયે નવ કરે. ૭ વ્યસને તણ આધીન, વિશ્વાસ કદિયે નવ કરે; છે પરધર્મીના આધીન, વિશ્વાસ કદિયે નવ કરે. ૮ પરમાર્થના પરિત્યાગીને, વિશ્વાસ કદિયે નવ કરે
ને સ્વાર્થના અનુરાગીને, વિશ્વાસ કદિયે નવ કરે. ૯
For Private And Personal Use Only