SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨) ચિંતા કરે નહી માનવી, શુભ જ્ઞાનથી નિર્મળ બને; * અજિતાધિચિંતા નવક,ચતન્ય બળ પ્રતિપળ મરે.૧૦ નિર્મથ નો અતિીિ . (૨૨) ગજલ સહિની. નિર્ભય બને છે આદમી, ભય છે નહિ આત્મા વિષે; નિર્ભય બને છે આદમી, ભય નવ ઘટે મર્દો વિષે. ૧ નિર્ભય બને છે આદમી, નિર્ભય પણામાં શાંતિ છે; નિર્ભય બને છે આદમી, ભાગે હૃદયની ભ્રાંતિ છે. ૨ નિર્ભય બને છે આદમી, ભગવાનને વહાલા કરે; નિર્ભય બને છે આદમી, પ્રાકૃત હૃદય ને દૂર કરે. ૩ નિર્ભય બને છે આદમી, સંબંધીનાં મરણે વિષે; નિર્ભય બને છે આદમી, હાલાં તણાં મરણ વિષે. ૪ નિર્ભય બને છે આદમી, ગુરૂદેવ કેરા મરણમાં; નિર્ભય બને છે આદમી, નિજ શિષ્ય કેરા મરણમાં. ૫ નિર્ભય બને છે આદમી, નિજ દેહ કેરા મરણમાં; નિર્ભય બને છે આદમી, રહેતાં પ્રભુના સ્મરણમાં. ૬ નિર્ભય બને છે આદમી, જાવાનું સઘળું જાય છે, નિર્ભય બને છે આદમી, થાનારું સઘળું થાય છે. ૭ નિર્ભય બને છે આદમી, પાછા કદી પડશે નહીં; - નિજ ધર્મના રક્ષણ બદલ, તન જાય પણ રડશે નહી. ૮ નિજ દેશના રક્ષણ બદલ, કદિ કેદ જાવાનું બને; પર પ્રાણુના રક્ષણ બદલ, નિર્ધનપણું આવી અડે. ૯ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy